________________
વચનામૃત રહસ્ય
૨૦૫ થતી નથી. આત્મા જડનો કર્તા ત્રણ કાળમાં નથી. જડનો કર્તા આત્મા થઈ જાય તો આત્મા પોતે જડ થઈ જાય ! આહા..હા..! શરીરની આ ક્રિયા – હાલવા, ચાલવાની, બોલવાની એ તો જડની-માટીની ક્રિયા છે. એ આત્માની ક્રિયા નથી. એ તો નથી પણ અંદર પુષ્ય ને પાપના ભાવ થાય એ આત્માની ક્રિયા નથી. આહા..હા..!
એ અહીં કહે છે, (કે) એ પરિણામ કેટલાં થયાં ? (અર્થાતુ) પોતાના આત્માને શુદ્ધતાના પોષણ કરનારા અને અશુદ્ધતાના શુભાશુભ પરિણામ કેટલાં થયાં ? એને તપાસીને પુરુષાર્થ તરફ વળ ! આત્મા તરફ વળ ! એની કોર ઢબ ! આ...હા...! પુણ્ય અને પાપના પરિણામ તરફ તારો ઝુકાવી છે, પ્રભુ ! આહા..હા..! એ ઝુકાવ હવે આત્મા તરફ લે ! જો તને સુખી (થાવું હોય) અને જન્મ-મરણ ટાળવાં હોય તો. શરત આ ! જન્મ-મરણ ન ટાળવા હોય તો તો) અનંતકાળથી રખડી (જ) મર્યો છે. આહા..! સાધુ પણ અનંતવાર થયો છે. પણ એને આત્મજ્ઞાન (ન થયું). આત્મા શું ? એ આત્મજ્ઞાન કર્યું નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! અનંતવાર મુનિપણું લીધું છે. પણ આત્મા રાગની ક્રિયાથી ભિન્ન છે, એ વાત એને બેઠી નથી... આહા..હા..! એ બધી રાગની ક્રિયામાં જ ફસાઈ ગયો છે. જે શુભરાગ છે એ પણ સંસાર છે. આકરું લાગે, પ્રભુ !
રાગથી ભિન્ન અંદર ભગવાન છે અને તે કેટલાં પરિણામથી પોપ્યો ? અને પુણ્ય-પાપના અશુદ્ધ પરિણામથી કેટલું પોષણ કર્યું ? એને તપાસી પુરુષાર્થ તરફ વળ ! અંદર વળ હવે ! (એમ કહે છે). આહા..હા..!
ચિંતવને ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું...” આ..હો..હા...! “કષાય એટલે “કષ' એટલે સંસાર. ‘આ’ એટલે લાભ. “કષાય શબ્દ છે. (એમાં) “કષ' એટલે સંસાર અને “આય' એટલે લાભ. પુણ્ય-પાપનો ભાવ કષાય છે. તેથી તે સંસારનો લાભ છે. એ રખડવાનો લાભ છે. આહા...હા...! એને કષાય કહે છે.
કષાયના બે પ્રકાર છે. રાગ અને દ્વેષ, દ્વેષના બે પ્રકાર છે - ક્રોધ અને માન. રાગના બે પ્રકાર છે - માયા અને લોભ. માયા, લોભ, ક્રોધ, અને માન થઈને રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ થઈને મોહ છે. એ મોહના પરિણામમાં અનાદિથી રહ્યો છે. પણ એ મોહના પરિણામ રહિત સ્વરૂપ શું છે ? તે