________________
વચનામૃત રહસ્ય
૨૦૩
નહિ. પણ જો તને વિકલ્પમાં દુ:ખ ન લાગે તો ત્યાં ને ત્યાં પડ્યો રહીશ તો ચોરાશીમાં રખડીશ. આહા..હા..! આવી વાતું છે ! કઈ જાતનો ઉપદેશ આ ? અમારે ત્યાં સોનગઢમાં ૪૫ વર્ષથી હાલે છે. આ કાંઈ પહેલું-વહેલું નથી. ૪૫ વ૨સે ગયા હતાં અને ૪૫ (પછીનાં). નેવું વર્ષ થયા આ શરીરને ! શરીરને નેવું વર્ષ થયાં ! અંદર ભગવાન આત્મા તો અનાદિ અનંત છે. ત્યાં એને ક્યાં વર્ષ લાગુ પડે છે ! આહા..હા..!
અહીં કહે છે કે, વિકલ્પમાં જો દુઃખ લાગે...., સંયોગની વાત નહિ (અર્થાત્) પ્રતિકૂળતા, નિર્ધનતા એ નહિ (પણ) વિકલ્પ જે પુણ્ય-પાપનો ઊઠે છે એમાં પ્રભુ ! જો તને દુઃખ લાગે, એ વિકલ્પ(માં) તને આકુળતા જણાય, તો તું આનંદને ગોત્યા વિના નહિ રહે તો આત્મા આનંદસ્વરૂપ છે તેને હું ગોતીશ. પણ વિકલ્પમાં (જો) દુ:ખ નહિ લાગે તો આનંદને ગોતીશ નહિ અને ત્યાં ને ત્યાં પડ્યો રહીશ ને ચોરાશીમાં રખડીશ. આહા..હા..! આવી વાત કાને પડતાં કઠણ પડે ! એ અંદરમાં ક્યારે જાય ? અને ક્યારે વિચારે ? વસ્તુની સ્થિતિ એવી છે, બાપુ ! આ..હા..હા..!
-
“આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું, ગુણગ્રાહી બનવું.' ૪૯.
૪૯મો બોલ. ‘આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા....' કર્યાં ? એ કોઈ દિ' તપાસ્યું છે ? એમ કહે છે. આખા દિવસમાં આત્માને પોષણ મળે, આનંદને, શાંતિને (પોષણ મળે) એવા (પરિણામ) કેટલાં