________________
૨૦૧
વચનામૃત રહસ્ય અમારી પાસે તો આ વાત છે.
પરમાત્માના ઘરની આ વાત છે ! ત્રણ લોકનો નાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિ, એ આ સમવસરણમાં સામે બિરાજે છે, પ્રભુ ! એની આ ધ્વનિ છે ! આહા..હા..! એ વાત આ શબ્દોમાં બેનનાં મુખેથી નીકળી છે !!
(કહે છે કે, “વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી.... (એટલે) રાગનો અંશ આવે, ભલે તેને દયા, દાન ને ભક્તિનો (ભાવ) આવે, પચાસ લાખ ને કરોડ ને બે કરોડ આપ્યાં હોય, છતાં એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, પણ એ પુણ્ય છે એ દુઃખ છે. અરરર....! આ વાત કેમ બેસે ?
લક્ષ્મી તો જડ છે, એ તો ધૂળ છે. પ્રભુ ચૈતન્ય છે. પ્રભુ અરૂપી છે, લક્ષ્મી રૂપી, ધૂળ, માટી છે. પણ અંદર પુણ્ય ને પાપનો વિકલ્પ થાય એ પણ અચેતન છે. ચૈતન્ય આનંદનો નાથ એમાં છે નહિ. રાગના ભાવમાં ચૈતન્ય પ્રકાશનું નૂર નથી). ચૈતન્યના નૂરનું પૂર અંદર ભર્યું છે. એ ચૈતન્યનો અંશ પુણ્ય ને પાપના વિકલ્પમાં નથી. માટે તેને અજીવ અને જડ કહેવામાં આવે છે. અરેરે...રે...! આ વાત ! | ‘વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી, એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજાં મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે. શું કીધું એ ? આ વિષયનો - ભોગનો એક અશુભ રાગ હોય (કે) રળવાનો (તો) કદાચિત્ એમાં એને એમ લાગે કે, આ પાપ છે. પણ પુણ્યનો જ્યાં વિકલ્પ આવે, એમાં એને શાંતિ મનાઈ જાય છે કે, “શુભ રાગ કરીએ છીએ, અમે બીજાં કરતાં શુભ રાગ કરીએ છીએ ને, અમને એટલી તો શાંતિ છે ને !” ધૂળ પણ શાંતિ નથી, સાંભળ ને ! આહા..હા...! બીજાં મંદ વિકલ્પ એટલે શુભ ભાવ. એમાં એને શાંતિ લાગે છે એ ભ્રમ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, એ જૈનધર્મથી વિરુદ્ધ વાત છે ! એ રાગમાં જૈનધર્મ નથી. આહા..હા...! છે (અંદર) ?
...પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે.... રાગમાત્રમાં એને દુઃખ લાગે, આહા....! “...તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ.” આ શરત ! આ એની શરત ! કે શુભ અને અશુભ રાગમાં જો દુઃખ લાગે તો અંદરમાં ગયાં વિના રહે નહિ. આહા..હા..! વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે, (એમ કહ્યું)!
પ્રભુ ! આકરું લાગે છે, નાથ ! પણ વસ્તુ આ છે. બીજે રસ્તે જઈશ