________________
૨૨૨
[વચનામૃત-૫૩] નથી. એટલે વચમાં મહિના - સવા મહિનાનો વિરહ પડી ગયો છે ! એટલે પહેલું તો મુંબઈ થઈને સોનગઢ જાવું પડશે. પછી બીજે (જાવાનું થશે).
વડોદરમાં મંદિર થવાનું છે. વડોદરમાં એક મંદિર થયું છે. એનું ફાગણ સુદ-૧૩નું મુહૂર્ત છે. ત્યાં જાવું પડશે, એવું અત્યારે લાગે છે. એની અઢાર માઈલ છેટે ત્યાં અમારું “પાલેજ વેપારનું ગામ હતું, એ પાલેજ જોડે છે. (ત્યાં છોકરાંઓ છે, તો એ લોકો બચારા બે-ચાર દિવસ માગે છે તો જાવું પડશે !! આહી..હા..!
અહીં કહે છે, કોણ ક્યાં જાય ? કોણ ક્યાં રહે ? એ તો શરીરની સ્થિતિ જ્યાં રહેવાની હોય ત્યાં રહે અને ન રહેવાની હોય ત્યાં ન રહે. આત્મા શરીરને લઈ જાય કે આત્મા શરીરને હાલતાં જતો અટકાવી દે. એ આત્માના અધિકારની વાત નથી. આહા..હા..! આવું સાંભળવું કઠણ પડે ! (તોપણ) બેનું-દીકરીયું બંધાં ઉત્સાહથી સાંભળે છે ! આદમીઓ પણ ઉત્સાહથી સાંભળે છે. આહા...! આવી વાત છે, પ્રભુ !
એકવાર ‘હા’ તો પાડ ! હા પાડીશ તો હાલત થશે. સત્ય આ જ છે અને બીજો કોઈ માર્ગ નથી, એમ જો અંદરમાંથી બહાર આવશે તો ‘હા’માંથી લત” થઈને “હાલત’ નામ પર્યાય થશે !! હામાંથી હાલત થશે ! પણ નામાંથી નરક થશે !! “ના' પાડીશ તો નરક ને નિગોદ થશે. આહા..હા..! આવું સ્વરૂપ છે, પ્રભુ !
બેનની ભાષા ટૂંકી છે પણ એમાં ઊંડું બહુ છે !! આહા..!
(અહીંયા કહે છે, શરીરમાં રોગ આવે) “....પણ તેને માટે પ્રવૃત્તિ ના ગમે. શરીરમાં રોગ આવે, એને મટાડવાની પ્રવૃત્તિ પણ ન ગોઠ. આહા..હા...! બહારનું કાર્ય ઉપાધિ લાગે... બહારના જેટલાં કામ છે એ બધાં ઉપાધિ લાગે. રુચે નહિ.' આહા...હા..! અંતરમાં એને રુચે નહિ. રાગ અને પુણ્યપાપના વિકલ્પથી પ્રભુ ! તું જુદો છો. એને એક વાર રુચવ તો ખરો ! પોષાણ તો કર !
વાણિયાને વેપારમાં પાંચ રૂપિયાનો મણ માલ મળતો હોય અને અહીં જો સાડા પાંચ-છ (રૂપિયે) જો ખપે તો લાવે, તો પોષાય. પણ પાંચ રૂપિયે લઈને અહીં ચારે ખપતું હોય ને પાંચ પણ મળતાં ન હોય, એ માલ લાવે ? એ વાણિયાને પોષાય ? પાંચ રૂપિયાના મણનું ભલે સો મણ (લાવે) કે હજાર