________________
વચનામૃત રહસ્ય
૨૨૧ વેપાર ને આ બધાં કપડાં ફેરવવા, કપાટમાં ગોઠવવાં એ ક્રિયા આત્મા કરી શકતો નથી. ફક્ત એ મારાં અને હું કરી શકું છું એવી વિભ્રમણા એની પર્યાયમાં છે. પણ જેણે એ વિભ્રમ ટાળ્યો એવા નિવૃત્તિમય જીવનમાં એ પ્રવૃત્તિનો રાગ આવે (પણ) ગોઠે નહિ, ગમે નહિ, રુચે નહિ, દુઃખરૂપ લાગે. જેમ રા(નો) ધી પડતી હોય, શરીર ઉપર જેમ છરાનો ઘા પડે એમ નિવૃત્તિમય જીવનવાળાને રાગ અને દ્વેષનાં પરિણામ, છરાનાં ઘા જેવાં દુ:ખ(રૂ૫) લાગે (છે) ! આહા..હા..! આવી વાતું છે, પ્રભુ ! આવા નાયરોબી શહેરમાં આવી વાતું !! ભાગ્ય વિના બાપુ ! એ મળે એવી નથી ! આ..હા..હા..!
ભગવાન આત્મા ! ત્રિકાળ નિવૃત્તમય છે. દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિવૃત્તમય જ છે. પર્યાયમાં રાગ હો, (પણ) પર્યાયમાં પર વસ્તુ નથી. પર્યાયમાં રાગ હો પણ દ્રવ્યમાં તે નથી. દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે. એવા નિરાવરણ (દ્રવ્યની દૃષ્ટિ થઈ એને પ્રવૃત્તિમય જીવન ન ગમે.
(હવે કહે છે કે, “શરીરનો રોગ મટવો હોય તો મટે, આ...હ..! સમકિતીને નિવૃત્ત જીવન છે, એને શરીરમાં રોગ આવે તો મટવો હોય તો મટે ! એની એને ચિંતા હોય નહિ ! આહા..હા..! (કેમકે) એ મારી વસ્તુ નથી. મારી નથી એમાં થવું હોય તે) થાય. મારે શું છે ? આહા..હા..!
રાજા મહેલમાં રહેતો હોય અને જોડે (રહેલું) ઝૂંપડું કોઈ બળતું હોય તો એથી કરીને એ દુઃખી થાય ? એ ઝૂંપડું એનું છે - કોક ગરીબનું છે, એનું હશે ! મારું મકાન કાંઈ બળતું નથી. એમ શરીર, મન, વાણીમાં કોઈપણ રોગ આદિ આવતાં... આહા..હા..! રોગ મટ્યો કે ન મટ્યો, એને માટે પ્રવૃત્તિ ન ગમે. ઘણું ઝીણું છે, પ્રભુ !
આ તો બેનને અંદરથી આવેલું છે. ૬૪ બ્રહ્મચારી બેનું . દીકરીયું છે. એમાં આ બોલાઈ ગયું હતું અને એમાં આ આવી ગયું છે. બેન તો અત્યારે એક પવિત્ર મૂર્તિ છે ! હિન્દુસ્તાનમાં બીજો જીવ એવો સ્ત્રીમાં મળવો મુશ્કેલ છે ! એવો એ જીવ છે ! એવાં કોઈ સંસ્કાર લઈને આવેલ છે કે કંઈ પણ એને ગોઠતું નથી. એ ભગવાનની ભક્તિમાં બેસે અને ઉલ્લાસ દેખાય, પણ અંદરમાં એને રુચતું નથી !! આહા..હા..! અરે...! બેન અહીં આવી શક્યા નહિ. દાક્તરે ના પાડી (છે) કે બહાર ફરવું નહિ. આહા..! તેથી અહીંથી પહેલાં સોનગઢ જાવું પડશે. બીજાની ઘણી માગણી છે પણ બેન આવી શક્યા