________________
વચનામૃત રહસ્ય
૨૧૯
સ્વભાવ
ગુણ તે ગુણ અને તેની બદલતી - પલટતી અવસ્થા તે પર્યાય. તે પલટતી અવસ્થામાં શરીર ને કર્મ ને સ્ત્રી ને કુટુંબ એમાં છે નહિ. દ્રવ્ય, ગુણમાં તો નથી પણ તારી પર્યાયમાં પણ એ નથી ! આહા..હા..! આવી વાત આ બધા શરીર ને ચશ્મા ને હાડકાં ને લુગડાં ને કપડાં ને, એ બધાં આત્માની પર્યાયમાં પણ નથી. શું કીધું સમજાય છે ?
આત્માની જે વર્તમાન દશા છે, ભલે (તેમાં) પુણ્ય-પાપની પ્રવૃત્તિ હોય, એ પુણ્ય-પાપની પ્રવૃત્તિ તારી પર્યાયમાં છે પણ આ શીર, વાણી, કર્મ ને એ ચીજ તારી પર્યાયમાં પણ નથી. આહા..હા..! જેની પર્યાયમાં પણ જે વસ્તુ નથી એને પોતાની માનવી (એ) મોટી ઘેલછાઈ છે !
-
----
અહીં તો કહે છે કે, પર્યાયમાં પુણ્ય ને પાપ ને અજ્ઞાન છે (એને) પણ પોતાનું માનવું તે મિથ્યાત્વ છે, તો પર્યાયમાં જે ચીજ નથી શરીર, કર્મ, પૈસો, આબરૂ, કીર્તિ, ધૂળ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ આત્માની પર્યાયની બહાર વર્તે છે (તેને પોતાનાં માનવા તે તો મહા મિથ્યાત્વ છે) ! આહા..હા..! સમજાય છે કાઈ ? ભાષા તો સાદી છે, પ્રભુ ! પણ વસ્તુ તો બહુ ઝીણી
છે.
પ્રભુ ! તું દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણમાં છો. દ્રવ્ય એટલે ત્રિકાળી ચીજ ગુણ એટલે એની શક્તિ અને સ્વભાવ. પર્યાય એટલે બદલતી અવસ્થા. એ અવસ્થામાં શરીર નથી, કર્મ નથી, મકાન નથી, આબરૂ નથી, પૈસા નથી, સ્ત્રી નથી, કુટુંબ નથી - પર્યાયમાં એ ચીજ છે જ નહિ. આહા..હા..! પર્યાયમાં હોય તો ‘એ મારાં છે,’ ‘હું એનો છું’ એવી મિથ્યાદષ્ટિપણાની (માન્યતા) પર્યાયમાં છે. આહા..હા..! ભાષા તો સાદી છે. સમજાય એવું છે.
આ બધી ચીજોનું હોવાપણું આત્માના દ્રવ્ય-ગુણમાં તો નથી, આત્મા જે ત્રિકાળી દ્રવ્ય ને ગુણમાં તો એની પર્યાય પણ નથી. શું કહ્યું ? આત્મા ત્રિકાળી દ્રવ્ય (છે) અને એમાં ત્રિકાળી ગુણ (છે). આનંદ આદિ ત્રિકાળી ગુણ (છે). એમાં એની વર્તમાન પર્યાય ભલે નિર્મળ કે રાગાદિ (વાળી હોય) એ પર્યાય દ્રવ્ય-ગુણમાં નથી. પર્યાય એટલે એની અવસ્થા તે અવસ્થામાં છે. એ અવસ્થામાં શ૨ી૨, વાણી, મન, કર્મ આદિ છે નહિ, તો બાયડી, છોકરાં, કુટુંબ તો ક્યાંય રહી ગયા ! તારી પર્યાયમાં એ કોઈ દિ' આવતાં પણ નથી ! આહા..હા..! જે પર્યાયમાં નથી તેને મારા માનવા એ તો મહા
x