________________
૨૧૮
[વચનામૃત-૫૩]
“નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ.' ૫૩.
(૫૩ મો બોલ) ‘નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.’ શું કહે. છે ? જે અંતરમાં રાગથી અને શરીરથી જુદો (આત્માને) જાણ્યો, એવાં નિવૃત્તિમય આત્માને રાગ આદિની પ્રવૃત્તિ રુચે નહિ. આહા..હા..! રાગ આવે ખરો, રાગ હોય ખરો, પણ રુચે નહિ એ કહે છે, જોયું ? નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.' (અર્થાત્ પુણ્ય અને પાપના ભાવની પ્રવૃત્તિ (નિવૃત્તિમય આત્માને ન ગમે). આહા..હા..! શરીરની પ્રવૃત્તિ તો શરીરમાં રહી. આત્માની પર્યાયમાં (એ નથી). એ શરીર ને કર્મ ને સ્ત્રી ને કુટુંબ તારી પર્યાયમાં પણ નથી. શું કહ્યું એ ?
તારું જે ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે એમાં તો એ ચીજ છે નહિ પણ તારી વર્તમાન દશા છે, વર્તમાન પર્યાય છે, વર્તમાન હાલત છે, એમાં શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ એ પર્યાયમાં (પણ) છે નહિ. સમજાય છે કાંઈ ? એ તો એના સ્થાનમાં છે. તારી પર્યાયમાં પણ નથી ! શ૨ી૨, વાણી, મન, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન એ તારી પર્યાયમાં પણ નથી. ૫૨દ્રવ્ય (પોતાની) પર્યાયમાં ક્યાંથી હોય ? પરદ્રવ્ય તો ૫રદ્રવ્યમાં છે. આહા..હા..! તારી પર્યાયમાં અવસ્થામાં હોય તો રાગ-દ્વેષ ને અજ્ઞાન છે. આહા..હા..! સમજાય છે કાંઈ ?
ભગવાન ! 'અંદર દ્રવ્ય, ગુણ, પર્યાયનાં નામ પણ બરાબર સાંભળ્યાં ન હોય ! દ્રવ્ય કોને કહીએ ? ગુણ કોને કહીએ ? પર્યાય કોને કહીએ? દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ તે ત્રિકાળ દ્રવ્ય અને એ દ્રવ્યની શક્તિ