________________
વચનામૃત રહસ્ય
૨૨૫ રહેવા દે. સમજાણું કાંઈ ? એવી અવસ્થા પ્રભુ ! અનંતવાર તને આવી છે. એ તું ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ કેમ કહેવાય ? નાથ ! પૂર્વમાં પ્રતિકૂળતા અનંત વાર આવી છે. એવી આવી કે રોટલાનું બટકું મળે નહિ અને શરીરમાં ઇયળો-કીડા પડે, દેહ છૂટે નહિ, પાંચ-પચ્ચીસ વર્ષ એમ ને એમ રોગમાં રહેવું પડે. હવે એવે ટાણે તો આત્માને જુદો માન ! એમ કહે છે. આહા..હા..! છે ને ?
...વૈરાગ્ય લાવી આત્મામાં જા. આહા..હા..! પર પ્રત્યેનો વૈરાગ્ય લાવી, સ્વ જે ચૈતન્યનું ઘર છે, એ નિજઘરમાં જા ! ઢોરને સવારમાં બહાર લઈ જાય છે. અને સાંજે જ્યારે ઢોર ઘરે આવે (ત્યારે) બારણું બંધ હોય તો બારણામાં માથું મારે ! જોયું છે કે નહિ ? બહાર, વગડામાં ચરાવવા લઈ જાય છે ને ? એમાં (સાંજે પાછા) આવે અને અંદર બેરાંને ખબર ન હોય કે આવ્યું છે, બારણું બંધ હોય તો માથું મારે ! કારણ કે અહીં ચાર પહોર રાતે નિરાંતે રહેવું છે. એ ખાતર માથું મારે અને પછી નિરાંતે અંદર રહે ! એલા તને પ્રતિકૂળતા આવી માથું માને એક વાર ! અને અંદર નિવૃત્તિમય (સ્વરૂપમાં) જા ને ! એમ કહે છે.
...વેરાગ્ય લાવી... આહા....! અહીં તો આ વાત છે, પ્રભુ ! વૈરાગ્ય લાવીને એક વાર તો અંદરમાં જો ! ત્યાં પ્રભુ બિરાજે છે ! તું ભગવંત સ્વરૂપ છો, પ્રભુ ! મુનિરાજે તને “ભગવાન” તરીકે તો બોલાવ્યો છે ! છે ? એમાં (સમયસારમાં) ૭૨મી ગાથામાં છે. “ભગવાન” તરીકે બોલાવ્યો (છે). ત્રણ વાર “ભગવાન” તરીકે બોલાવ્યો છે. આહા..હા..! ભગવાન ! તું તો પુણ્ય-પાપના મેલ વિનાનો છો ને નાથ ! એમ ત્યાં કીધું છે. છે એમાં ?
પ્રભુ ! પુણ્ય-પાપના ભાવ એ અશુચિ ને મેલ છે ને, પ્રભુ ! તું એ નથી. ભગવાન ! તું તો નિર્મળ છો ને અંદર ! ત્યાં નજર કર ને નાથ ! આહા..હા..! મુનિરાજ જગતનાં પ્રાણીને “ભગવાન” તરીકે સંબોધે છે ! આહા....!
‘દ્રવ્ય સંગ્રહનું એકવાર નહોતું કહ્યું ? ‘દ્રવ્ય સંગ્રહ ! ધર્મધ્યાનનો અવાય એક ભેદ છે. ધર્મધ્યાનના વિચાર કરતાં ‘અવાય એક ભેદ છે. એમાં ધર્મધ્યાનનો વિચાર કરનાર એવું વિચારે છે કે, હું તો પરમાત્મા છું જ ! આત્મજ્ઞાન થયું છે, અલ્પકાળમાં હવે સિદ્ધ થવાનો છું !! તો હે આત્માઓ !