________________
૨૦૪
[વચનામૃત-૪૯] ક્ય ? ....ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી.... તેની તપાસ કરી, ...પુરુષાર્થ તરફ વળવું.' (અર્થાતુ) અંતરમાં વળવું.
“ચિંતવન ખાસ કરવું જોઈએ.' ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ છે. સત્ ચિદાનંદ છે ! સત્ નામ શાશ્વત્. ચિદાનંદ = ચિદ નામ જ્ઞાન અને આનંદ. એ પ્રભુ તો અંદર ચિદાનંદ (અર્થાતુ) જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. આહા..હા..! અરે...! કેમ બેસે ? અહીં જરી મેસુબ ને પત્તરવેલિયાં જ્યાં ખાતો હોય ત્યાં ઓ... મજા પડી ગઈ...! એમ માને ! દૂધપાક ને પૂરી ખાતો હોય ત્યાં મજા...મજા... પડી, એમ માને ! આહા..હા..!
બહારની વાતમાં જેને મજા દેખાય છે, એને (રાગમાં) દુઃખ લાગતું નથી. તેથી અંતરમાં આનંદ છે, એમાં એ જોવા - સમ્યગ્દર્શન કરવા જતો નથી. સમ્યગ્દર્શન (અર્થાતુ) સમ્યક્ નામ સાચું દર્શન - સમકિત એટલે સાચું દર્શન, સાચી શ્રદ્ધા. જે આનંદનો નાથ અંદર ભગવાન (છે) તેની સમ્યક્ પ્રકારે પ્રતીતિ - શ્રદ્ધા અંદર વિકલ્પમાં દુઃખ લાગે તો તેની શ્રદ્ધામાં જાય. પણ દુઃખ ન લાગે તો અંદરની શ્રદ્ધામાં જતો નથી. સમજાય છે કાંઈ ?
આ “સમજાય છે કાંઈ ? એટલે ? સમજણ તો જુદી વસ્તુ છે. પણ કઈ પદ્ધતિથી હેવાય છે ? કઈ ઢબથી કહેવાય છે ? એ ખ્યાલમાં આવે છે ? એટલી વાત છે. આહા..હા...! સમજાય જાય તો તો કલ્યાણ થઈને સંસાર છૂટી જાય ! પણ કઈ રીતે ને પદ્ધતિ, કઈ કળાથી કહેવાય છે ? એ ખ્યાલમાં આવે તો એને અંદરમાં જવાનો પુરુષાર્થ અને પ્રયત્ન થાય. આ......!
અહીં કહે છે, શુદ્ધ આત્માને પોષણના કેટલાં પરિણામ થયા ? અને અશુભ ને શુભ (ભાવ) જે અશુદ્ધ છે; - શું કહ્યું એ ? શુભ ભાવ અને અશુભ ભાવ બન્ને અશુદ્ધ છે અને આત્મા શુદ્ધ છે, તો શુદ્ધને પોષણના કેવાં, કેટલાં પરિણામ થયા ? અને શુભ-અશુભ જે અશુદ્ધ છે, એના કેવા (કેટલાં) પરિણામ થયા ? એનો તે વિચાર કર્યો નથી. આહા..હા...! છે ?
..તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. આહા..હા..! શું કરવું આમાં સૂઝ પડે નહિ. બહારથી શું કરવું ? બહારનું શું ધૂળ કરે ? શરીરને આત્મા હલવી પણ શકતો નથી ! પ્રભુ ! શું કહીએ ?
આ શરીર જડ છે. આ જે હાલે છે એ જડની ક્રિયા છે, આત્માથી