________________
૨૧૫
વચનામૃત રહસ્ય
શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં કહે છે !! અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો !'
X* *
મિત્રનો જોગ મળ્યો ! મારે શરીર જોતું નથી ને એને જોઈએ છે (તો) ભલે લઈ જાય !! આહા..હા..! (પણ) એ ક્યારે થાય પ્રભુ ? શરીરથી આત્માને જુદો જાણ્યો હોય ત્યારે એ વાત થાય. શરીર નેં વાણી ને મન ને રાગમાં રંગાઈ ગયેલાંને આ વાત ન બેસે. આહા..હા..! રાગ ને શરીર ને વાણી, આ જડ-માટી એના જેને રંગ ચડ્યાં એને આત્માનો રંગ નહિ લાગે અને જેને આત્માનો રંગ લાગ્યો છે એને શ૨ી૨ આદિનો રંગ છૂટી જાય છે. આહા..હા..! એ કહે છે કે જો આ દેહ સિંહ લઈ જાય તો (એ) મારો મિત્ર છે. મારે દેહ જોઈતો નથી ને એને જોઈએ છે (તો એ) મારો મિત્ર છે ! આ..હા......!
ગૃહસ્થાશ્રમમાં (હતાં) ! લાખો રૂપિયાના ઝવેરાતનો ધંધો હતો. એનું નૈતિક જીવન તો અલૌકિક હતું !! શ્રીમદ્ રાજચંદ્ર ! એકવાર કોઈની સાથે હીરાનો સોદો કરેલો. એમાં જે હીરાનો સોદો કરેલો એ -હીરાની (બદલે) બીજાં હીરાનું પડીકું સામા માણસથી અપાઈ ગયેલું. સાધારણ હીરાનો વેપાર કરેલો. સાધારણ (હીરા) માગેલાં. એમ નક્કી કરેલું કે, આ હીરા (લેવાં). એને ઠેકાણે ઓલાએ ભૂલીને મોટા મહા કિંમતી હીરાનું પડીકું આપ્યું. એ ઘરે કે દુકાને જોએ છે... ત્યાં.... આ શું ? લાખો રૂપિયાની જેમાં પેદાશ (હતી) ! જે કિંમતના જે હીરાનો ધંધો હતો એ નહિ ને આ શું ? અરેરે...! જેના છે એ આવશે હમણાં ! એમને એમ મૂકી રાખ્યું. પડીકું છોડીને એમને એમ બાંધી રાખ્યું. પેલો લેવા આવ્યો - (અને કહ્યું) “પ્રભુ ! આપણે જે સોદો કર્યો એ (આ) નથી. આ ચીજ તો (કિંમતી) હીરા-માણેક છે. આમાં તો લાખો રૂપિયાની કિંમતના (હીરા) આવી ગયાં છે !' (શ્રીમદ્ કહે છે) ‘ભાઈ ! આ પડીકું રહ્યું, બાપુ ! એ મારું નથી. આપણે આનો ધંધો કર્યો નહોતો. પ્રભુ ! આ લઈ જા તારું !!' આ..હા..હા..!
આ તો કેટલાં વર્ષ (પહેલાંની) વાત થઈ) ! આ ૫૭ વર્ષ પહેલાંની વાત છે. સંવત ૧૯૫૭ વર્ષ પહેલાં !! અત્યારે તો આખું જીવન બદલાઈ ગયું છે. તે વખતે તો કેટલાંક નૈતિક જીવન પણ હતાં. એવા જીવનમાં