________________
વચનામૃત રહસ્ય
- ૧૯૯ આહા..હા..! એ તો પહેલેથી વાત કરી હતી. એવા તો કરોડોપતિ ઘણાં ત્યાં આવે છે, અબજોપતિ આવે છે. ધૂળના ધણી !! આહા..! - આ આત્મા અંદર છે, એને કાટ નથી, (એમ) કહે છે. આહા..! (જેમ) કંચનને કાટ નથી, એમ અંદર ત્રણ લોકના નાથને રાગ નથી. અંતર પરમાત્મા સ્વરૂપ ભરેલું છે, પ્રભુ ! અગ્નિમાં ઊધઈ નથી, એમ પ્રભુમાં રાગ ને દ્વેષની ઊધઈ નથી. ‘...જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે.’ આહા.....!
આ બેનની વાણી છે ! આ તો આખી ચોપડી... કુદરતે બોલેલાં પણ એને ખબર પણ નહિ; ચોસઠ બાળ બ્રહ્મચારી દીકરીયું છે, એમની નીચે લાખોપતિ - પચાસ-પચાસ લાખની પેદાશવાળાની દીકરીયું બાળ બ્રહ્મચારી છે. એમાંથી નવ દીકરીઓએ લખી લીધેલું. આને બેનને ખબર નહિ કે આ લખે છે એમાંથી એમના ભાઈને હાથ આવી ગયું. એમણે પછી આ બહાર પાડ્યું. નહિતર એ પોતે તો બહાર પડવાનું કે લખાવવાની વાત કરે નહિ. બહાર પડવું, એ વાત નહિ.
એ અહીં કહે છે, “....પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ નથી.” છે ૪૭ બોલમાં ? આહા..હા..! આવું આકરું લાગે, બાપા ! એમાં આ બધી) ધમાધમ !
જ
* “વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યાં વિના રહે નહિ.” ૪૮.
....