________________
વચનામૃત રહસ્ય
૧૯૭
છે એ ત્રિકાળ નિરાવરણ પ્રભુ છે. પણ વર્તમાન પર્યાય દશાની દૃષ્ટિમાં તેને તે ચીજ દેખાતી નથી. જેમ દરિયો પાણીથી ભરેલો છે પણ કાંઠે (જો) ચાર હાથનું કપડું કે (પડદો) આડો રાખે તો કપડું આંખમાં - નજરમાં આવે. દરિયો નજરમાં આવતો નથી. એમ અંદર ભગવાન અનંત આનંદ અને જ્ઞાનથી ભરેલો છે, પણ રાગ ને પુણ્ય-પાપ (ઉ૫૨). નજર છે, એ નજરને લઈને ભગવાન દેખાતો નથી. આહા..હા..! વાતું આવી છે, બાપુ !
અહીં તો ૪૫ વર્ષથી (આ) હાલે છે. ૪૫ વર્ષ સોનગઢ ગયાને (થયાં). ૯૦ વર્ષ ચાલે છે શરીરને તો ૯૦ વર્ષ ચાલે છે. આખી જિંદગી આ જ કર્યું છે. દુકાન છે... પાલેજમાં દુકાન છે, ભરૂચ અને વડોદરા વચ્ચે, મોટી દુકાન છે. ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. પણ અઢાર વર્ષની ઉંમરથી ત્રેવીસ (વર્ષ સુધી) (એમ) પાંચ (વર્ષ ચલાવી). ત્રેવીસ વર્ષે છોડી દીધું. દુકાન મોટી છે. ચાલીસ લાખ રૂપિયા છે, ચાર લાખની પેદાશ છે, અત્યારે છે. અત્યારે ચાર લાખની તો પેદાશ છે ! ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે. ત્યાં જઈએ છીએ કોઈવાર, ફઈના દીકરા ભાગીદાર હતાં એના છોકરાંઓ છે. અમારામાંના કોઈ ન મળે. પણ આ તો અમારો ત્યા૨થી અંદરથી પરિચય છે. બોત્તેર વર્ષ પહેલાં ! શાસ્ત્ર વાંચતો. પિતાજીની ઘરની
દુકાન (હતી), ત્યાં વાંચતો હતો. એ પૂર્વના સંસ્કાર હતાં !!’ એમાંથી અંદર જણાતું હતું... આ....હા..હા...! કે આ આત્મા તો ત્રિકાળી આનંદકંદ ને શુદ્ધ છે ! એ પુણ્ય ને પાપની જે જાળ દેખાય છૅ, એ વિકલ્પની જાળ (છે) એ લાળ છે. એ આત્મા નહિ.
અરેરે...! ક્યારે એને બેસે ? પ્રભુ ! આ જગતની જંજાળ...! એમાં બેપાંચ-દસ કરોડ રૂપિયા હોય, એને (એમ થાય કે) આ..હા..હા..! કરોળિયો જેમ લાળમાં ગૂંચાઈ જાય એમ બચારો ગૂંચાણો છે. આહા..હા..!
-
દીનાનાથનો દયાળ ! પરમાત્માએ તો દયાથી, કરુણાથી વાત કરી છે, અકષાય કરુણાથી (વાત કરી છે) ! અકષાય કરુણા !! આહા...! ત્રણ લોકનો નાથ પરમાત્મા બિરાજે છે, એમની વાતની ધુની - (વાણીમાં), એમના સારમાં
આ આવેલું હતું. એ યાદ આવ્યું હતું તે આ લખાણું છે !! બેનને યાદમાં (સ્મરણમાં) તદ્ન એટલું યાદ આવ્યું છે... કે અસંખ્ય અબજ વર્ષની વાત, કાલની (વાત) યાદ આવે, તેમ યાદ આવે છે !! પણ બહાર નીકળવાની