________________
વચનામૃત રહસ્ય
૧૯૫
અને વડોદરા વચ્ચે... ત્યાં નવ વર્ષ (રહ્યો). ત્યાં પૂર્વનું યાદ આવતું હતું. પણ શું આવે છે એની બહુ ખબર પડતી નહોતી. પછી અંદરથી બેનને જ્યારે જાતિસ્મરણ થયું (એમાં) નવ ભવનું પ્રત્યક્ષ (સ્મરણ આવ્યું. ત્યારે એમને બધું ખ્યાલમાં આવ્યું કે ક્યાંથી અમે આવ્યાં છીએ ? અહીંથી ક્યાં જવાના છીએ ? બધું નક્કી થઈ ગયેલું છે. ઝીણી વાત છે, પ્રભુ ! બેસવી કઠણ છે. ત્યાંથી લાવેલી ભગવાન પાસેથી આવી છે !! આહા...!
ત્રણ લોકના નાથ બિરાજે છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, પાંચસો ધનુષનો દેહ, બે હજાર હાથ ઊંચા પ્રભુ છે ! આમ સમવસરણમાં બિરાજે છે. આહા..! ત્યાં આગળ સંવત ૪૯માં કુંદકુંદઆચાર્ય ગયેલા. ત્યારે અમારી ત્યાં હાજરી હતી. ત્યાં અમે સમવસરણમાં એમની સાથે ગયેલા. બહુ ઝીણી વાત છે, પ્રભુ ! બહુ વાત લાંબી છે. આ તો સાધારણ વાત કરીએ છીએ. આહા..હા..!
અહીં કહે છે કે, આત્મા ચૈતન્ય છૂટો છે, પ્રભુ ! એમ ત્રણ લોકના નાથ ફ૨માવતા હતાં. જિનેશ્વરદેવ સીમંધર પરમાત્મા વીસ તીર્થંકર તરીકે મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. એમાં સીમંધર પરમાત્મા પહેલાં છે. બીજાં નંબરના, ત્રીજા નંબરના (એમ) વીસ તીર્થંકરો છે. વર્તમાનમાં મહાવિદેહમાં બિરાજે છે. એ કહે છે તે આ બેનની વાણીમાં આવ્યું છે !! આ..હા.હા..! જરી આકરું લાગે, બાપા ! આકરું લાગે બાપા ! જરી, પણ હવે સાંભળવું તો પડે ને !
પ્રશ્ન :- પ્રભુજી ! પણ હવે અમારી ઉંમર બહુ મોટી થઈ ગઈ. હવે અમે શું કરીએ ?
સમાધાન :- ઠરી જાવું.... ઠરી જાવું બાપા ! હવે ઠરી જાઓ! પ્રશ્ન :- પાકે ઘડે કાંઠા ચડાવવા' ?
સમાધાન :- પાકે ઘડે કાંઠા ચડશે', બાપા ! અહીં તો વૃદ્ધાવસ્થામાં હોય તોપણ કેવળજ્ઞાન પામે છે, એમ પ્રભુ કહે છે !! વૃદ્ધાવસ્થા ! અત્યારે તો સાધારણ અવસ્થા છે. પણ (પહેલાં) કરોડ પૂર્વની અવસ્થા હતી અને (અત્યારે) ત્યાં છે. અહીં પણ જ્યારે પહેલાં તીર્થંકર હતાં ત્યારે કરોડ પૂર્વનું આયુષ્ય હતું. કરોડ પૂર્વમાં તો એક પૂર્વમાં સિત્તેર લાખ કરોડ છપ્પન હજાર કરોડ વર્ષ જાય ! એટલાં ગયાં હોય તોપણ છેલ્લે સમયે અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામીને મુક્તિએ ચાલ્યાં જાય છે ! ગુલાંટ ખાવી જોઈએ જરી !