________________
વચનામૃત રહસ્ય
૧૯૩
આત્મા ! અહીં તો આત્માને ભગવાન' તરીકે પ્રભુ સંબોધે છે !! ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞદેવ અને સંતો આત્માને ‘ભગવાન’તરીકે બોલાવે છે ! (સમયસાર) ૭૨ ગાથામાં છે ભગવાન આત્મા ! આહા...હા..! કેમ બેસે અંદર ? એક બીડી સરખી પીવે ત્યાં મજા લાગે, એમાં પાંચ-પચીશ લાખ કાંઈક મળ્યાં, બે-પાંચ કરોડ રૂપિયા (મળે) એમાં જેને મજા લાગે, હવે એને આ આત્મા અંદર પરથી જુદો છે, (એ) કેમ બેસે ? આહા..હા..! એ જંજાળમાં પકડાણો નથી.
....જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે....' આહા..હા..! નાળિયેરમાં જેમ ગોળો છૂટો છે તેમ આ રાગ અને શરી૨ની વચ્ચે અંદર પ્રભુ ભિન્ન (બિરાજે છે). સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, ધર્મનું પહેલું પગથિયું થતાં, આત્મા રાગથી છૂટો ગોળો જાણવામાં આવે છે. ત્યારે તેને હજી સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી સીઢી - પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આક૨ી વાત છે, પ્રભુ ! આહા..હા..! બહારની જંજાળમાં ગૂંચાઈને અંદર મરી ગયો છે ! અંદર ચૈતન્ય ભગવાન ત્રણ લોકનો નાથ અનંત આનંદને અનંત જ્ઞાનથી ભરેલું તત્ત્વ (મોજૂદ છે). (અહીંયા કહ્યું, જીવ) વિભાવની જાળમાં બંધાયેલ છે. વિભાવ એટલે વિકાર, પુણ્ય અને પાપના વિકલ્પની જાળ. કરોળિયો જેમ જાળમાં બંધાયેલ છે, એમ આ (આત્મા) પુણ્ય અને પાપના વિકલ્પના રાગની જાળમાં બંધાયેલો છે. પર્યાયમાં (બંધાયેલો છે) ! વસ્તુમાં તો વસ્તુ છૂટી છે. આ હવે (કેવી) રીતે બેસે ? આ સાંભળવા મળે નહિ ! અરે...! પ્રભુ !
કહે છે કે, ‘.....પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય.' સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, રાગથી અને દેહથી અંદર ભિન્ન (ચૈતન્ય) ગોળો જણાય. એવી રીતે એ ચીજ છે. આહા...હા...! છૂટો ગોળો અંદર પડ્યો છે, (એમ) કહે છે. કોઈ દિ' નજરું કરી નથી, પ્રભુ ! તેં તારી અંદર ચૈતન્યની સત્તામાં નજર રાખી નથી કે શું એ ચીજ છે ? આહા..હા..!
એથી અહીં કહે છે કે, જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે પણ પ્રયત્ન જો ક૨ે તો પોતે છૂટો જ છે. આહા..હા..! નાળિયેરમાં (જેમ) ગોળો ગડગડિયો થઈને છૂટો થાય, તેમ પ્રભુ રાગ અને શરીરથી જુદો અંદર જાણે તો એ