________________
પ્રવચન-૧૧, વચનામૃત-૪૭ થી ૧૦ "
(વચનામૃત) ૪૭ બોલ ફરીને (લઈએ છીએ). ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી.” શું કહે છે ? પ્રભુ ! આ આત્મા છે અંદર એ વસ્તુ છે, વસ્તુ. વસ્તુ એને કહીએ કે જેમાં અનંત અનંત ગુણ વસેલા છે, રહેલાં છે. એવો ભગવાન આત્મા સર્વજ્ઞ જિનેશ્વરદેવે કહ્યો છે, જોયો છે . એ જીવ ધ્રુવ (છે), ત્રિકાળી ધ્રુવ છે. એ ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. આકરી વાત છે, પ્રભુ ! પર્યાયમાં બંધન અને પર્યાયમાં મુક્તિ દેખાય છે. પર્યાય એટલે શું? અવસ્થા. વસ્તુ એટલે શું ? ત્રિકાળ રહેનારું તત્ત્વ, એ ત્રિકાળી રહેલું તત્ત્વ કદી બંધાયું નથી. આહા..હા..! છે ? | મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે....” ઝીણીસ્વાત છે, પ્રભુ !
અનંત કાળથી સત્યને સાંભળ્યું નથી. આ દેહમાં ભગવાન બિરાજે છે. ચૈતન્ય દ્રવ્ય તરીકે વસ્તુ છે વસ્તુ.. એ વસ્તુ છે દ્રવ્ય તરીકે તત્ત્વ તરીકે, એ પોતે બંધાયેલ નથી તેમ જ મુક્ત નથી. વસ્તુ તો અંદર બંધ અને મુક્તની પર્યાયથી રહિત છે. આહા...! આવી વાત !
પ્રભુ ! તારી મોટપનો પાર નથી. તું અંદરમાં એક સમયની અવસ્થાને જોયા વિના ત્રિકાળીને જો તો એ ત્રિકાળી ચીજ તો બંધાયેલ કે મુક્ત છે નહિ. બંધાયેલ કે મુક્તપણું એ તો એક સમયની પર્યાયમાં વર્તમાન વ્યવહારનયનો ઉપચરિત વિષય છે. આહા..! આવી વાત છે, પ્રભુ ! આ તત્ત્વ અંતરમાં (મોજૂદ છે), અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ તત્ત્વ શું છે ? તેના ઉપર લક્ષ અને તેના ઉપર ધ્યાન ગયું નથી. બહારની પ્રવૃત્તિમાં રોકાઈને પોતે શું ચીજ છે ? તેની એણે સંભાળે કરી નથી. એ અહીં કહે
આ બેનનાં વચન છે ! બેનને નવ ભવનું જ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષનું પૂર્વભવનું જાતિસ્મરણ (જ્ઞાન) છે. ઝીણી વાત છે, બાપા ! ભગવાન સીમંધર