________________
૧૯૬
[વચનામૃત-૪૭] જે બહારમાં - જંજાળમાં આમ રખડે છે, એમ અહીં અંદરમાં ગુલાંટ ખાવી જરી ! આકરી વાત છે, પ્રભુ !
અહીં કહે છે, ચૈતન્ય તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન, આનંદની મૂર્તિ, જ્ઞાયકમૂર્તિ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! ...પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે,... આહા...! પુણ્ય ને પાપના વિકલ્પ એટલે રાગ. એ વિભાવ એટલે વિકાર. વિકારની જાળ પાથરીને ત્યાં પડ્યો છે, આહા...હા...! પણ અંદર પોતે વિકારથી રહિત છે, તેની સામે નજર કરી નથી, આ..હા..હા...!
વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે.” પ્રયત્ન કરે, અંદરમાં જોવા જાય, પણ બાપુ ! એ કંઈ સાધારણ વાતો નથી, કાંઈ સાધારણ પુરુષાર્થથી મળે એવું નથી. અનંત અનંત પ્રયત્નનો પુરુષાર્થ જોઈએ, ત્યારે અંદર રાગથી છૂટો પડે, ત્યારે એને આનંદનો નાથ ગોળો, આનંદનો ગોળો જણાય. ત્યારે તેને સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી દશા થાય. તે વિના ધર્મની દશા હોઈ શકે નહિ. જગત (ભલે તેનાથી ઊંધું) માને અને મનાવે, એ અનાદિથી ચાલ્યું આવે છે, પણ રાગના વિકલ્પથી, દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામના રાગથી પણ પ્રભુ અંદર ભિન્ન જુદો છે. એવી જ્યાં સુધી અંદર નજર ન કરે ત્યાં સુધી તેનો આત્મા તેની નજરમાં આવે નહિ. સમજાય છે કાંઈ? આહા..હા...!
એ અહીં કહે છે, “....પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે.” આ..ધ..ધ..! પણ પ્રયત્ન - પુરુષાર્થ અંદરમાં જોઈએ, બાપા ! ભગવંત ! તારું સ્વરૂપ તો અંદર પૂર્ણાનંદથી ભરેલું છે. આ રાગ ને ષ એ તો દુઃખની દશા દેખાય છે. પુણ્ય અને પાપના ભાવ, પ્રભુ ! એ તો રાગ અને દુઃખ છે. દુઃખની પાછળ આનંદનો નાથ ભરેલો છે. અતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ ! (છે). એની સામું જો, જો તો તને પ્રાપ્ત થાય એવું છે. અંતર્મુહૂર્તમાં ગુલાંટ ખાઈ જાય, અંતર્મુહૂર્તમાં આત્માને કેવળજ્ઞાન થઈને મુક્ત થાય, એવી એની તાકાત છે !! પણ એ તાકાત પુરુષાર્થ કરે તો (પ્રગટ થાય).
(હવ કહે છે ‘દ્રવ્ય બંધાયેલ નથી.') છે છેલ્લે અંદર ? વસ્તુ છે એ બંધાયેલ નથી, પ્રભુ ! એ ત્રિકાળ નિરાવરણ છે. કાલે કહ્યું હતું. સમયસારની ૩૨૦ ગાથા છે, એના અર્થમાં એ છે કે, ત્રિકાળ નિરાવરણ છે, અંદર વસ્તુ