________________
૧૯૮
[વચનામૃત-૪૭] (ડૉક્ટરો દ્વારા) મનાઈ છે. ત્યાં સોનગઢ રહે છે. આ એમના શબ્દો છે !
અહીં કહે છે દ્રવ્ય બંધાયેલ નથી.” આ..હા..હા..! કેમ બેસે આ ? દ્રવ્ય શું ? ને પર્યાય શું ? પર્યાય એટલે પ્રભુ ! પર્યાય એટલે અવસ્થા. જૈમ સોનું છે ને સોનું ? એ સોનું છે એ વસ્તુ છે અને સોનામાંથી જે કડા, કુંડળ, વીંટી થાય તે બધી અવસ્થાઓ છે. અવસ્થાઓને પર્યાય કહેવામાં આવે છે અને ત્રિકાળી સોનાને સોનું - દ્રવ્ય કહેવામાં આવે છે. એમ આત્મામાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપ થાય તેને વિકારી પર્યાય કહેવામાં આવે છે અને એનાથી રહિત અંદર ત્રિકાળ પડ્યો છે તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. આહા..હા..!
બેનના ઓલામાં (વચનામૃતમાં એક શબ્દ આવ્યો હતો, “કંચનને કાટ લાગે નહિ.' આવ્યું હતું ? શું ત્રણ શબ્દ હતાં ને ? ત્રણ છે ને ? ‘અગ્નિમાં ઊધઈ હોય નહિ આ..હા..હા..! “કંચનને કાટ લાગે નહિ, અગ્નિમાં ઊધઈ હોય નહિ . ત્રીજો બોલ છે ને કાંઈક ? ત્રણ બોલ કહ્યાં હતાં ને ? “પ્રભુને આવરણ હોય નહિ. પ્રભુ ! આકરું લાગશે, ભગવાન ! અહીં તો અંદરની ભગવાનની વાત છે, નાથ ! આહા..હા..!
શ્રોતા :- આવરણ, ઉણપ કે અશુદ્ધતા આવતી નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી :- આવરણ (કે) અશુદ્ધતા એમાં છે જ નહિ. એ તો ત્રિકાળી આનંદનો નાથ અંદર બિરાજે છે....! આ..હા..હા..! ૩૮૦ બોલ છે. જેમ કંચનને કાટ લાગતો નથી.....” . સોનાને કાટ હોઈ શકે નહિ. લોઢાને કાટ હોય. આહા..હા..! “અગ્નિને ઊધઈ લાગતી નથી,...” આ ઊધઈ નથી થાતી ઝીણી ? જીવાત... ઝીણી જીવાત... ધોળી ? જેમ તડકો લાગે તેમ ખડ-ખડ થઈને બળી જાય. એમ અગ્નિમાં ઊધઈ હોતી નથી. તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી.’ ઝીણી વાત છે, પ્રભુ ! નવું સાંભળે એને આકરું લાગે એવું છે, નાથ !
પ્રભુ ! તારી વાત જ જુદી છે, બાપા ! આહા...! પણ એની પ્રભુતાની એને ખબર નથી. રાંકાઈ કરીને માની બેઠો છે. એક જરીક રાગ કરે ત્યાં એમ થઈ જાય કે જાણે અમે (કાંઈ કર્યું) ! પુણ્ય કર્યું ત્યાં શું ય અમે કર્યું જાણે !લાખ-બે લાખ-પાંચ લાખ કાંઈક ખર્ચે... (ત્યાં જાણે શુંય કરી નાખ્યું) !! પણ વાત એ છે કે, તારા પચ્ચીસ-પચાસ કરોડ દે ને ! પણ એમાં ધર્મ ત્રણ કાળમાં નથી. એમાં રાગની મંદતા કર. તો પુણ્ય છે, પણ ધર્મ નથી.