________________
૨OO
[વચનામૃત-૪૮] ૪૮(મો) બોલ. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ.’ શું કહે છે ? પુણ્ય અને પાપનો ભાવ, શુભ કે અશુભનો ભાવ, તેમાં દુઃખ લાગવું જોઈએ. કેમકે એ દુઃખસ્વરૂપ છે. ભગવાન એનાથી ભિન્ન આનંદ સ્વરૂપ છે. આહા..હા..! છે ? વિકલ્પ એટલે રાગ. પુણ્ય ને પાપની વૃત્તિ જે ઊઠે છે, એમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. આહા..હા..!
'એ તો વિકલ્પ વિનાનો પ્રભુ ! આનંદમૂર્તિ છે ! જો વિકલ્પમાં દુઃખ લાગે તો વિકલ્પ રહિત આનંદની મૂર્તિમાં અંદર નજર કરે. પણ એને વિકલ્પ એટલે શું ? ને દુઃખ એટલે શું ? એની પણ ખબરું ન મળે ! એ જાણે કે વિકલ્પ ઊઠે એટલે શું ? વિકલ્પ એટલે શું ? વિકલ્પ એટલે રાગ, પછી દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો કે હિંસા, જૂઠું, ચોરી, વિષયનો રાગ હો - બન્નેમાં) પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. આહા..હા..! આવી વાત !
(હવે કહે છે) વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી...' (અર્થાતુ) પુણ્ય અને પાપની વૃત્તિમાં - રાગમાં જરી (પણ) સુખ અને શાંતિ નથી. ધૂળમાં તો નથી.., ધૂળ એટલે શું ? આ પૈસા ! એ તો માટી-ધૂળ છે ! એમાં તો કાંઈ નથી. આ શરીર પણ) માટી છે ને ! કીધું નહોતું ? - શરીરમાં કાટવાળો ખીલો વાગે ત્યારે એમ કહે કે, “મારી માટી પાકણી છે તો પાણી અડવા દેશો નહિ.” “મારી માટી પાકણી' એમ બોલે ! બોલે ખરા પણ સમજે નહિ કાંઈ !! આમ બોલે કે, “મારી માટી પાણી છે.” કાંટવાળો ખીલો વાગ્યો હોય, (અને) જો એને પાણી અડે તો પાકી જાય. (ત્યારે) એમ કહે, “મારી માટી પાકણી (છે) એટલે પાણી અડવા દેશો નહિ.' વળી કહે, “શરીર મારું છે !” એક કોર માટી કહે છે અને એક કોર શરીર મારું છે . એમ કહે છે !! આ શરીર જડ, માટી, ધૂળ છે, આ તો ! આ બધી જે ક્રિયા - હાલવા, ચાલવાની થાય એ જડની ક્રિયા (છે). એ આત્માની ક્રિયા છે જ નહિ. આહા..હા..!
(અહીંયા કહે છે). “વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. અરેરે...! પણ ક્યારે એ વિચાર કરે ? ક્યારે એ નિવૃત્ત થઈને વિચાર કરે અને વખત લે ? એક તો પાપથી તો નિવૃત્ત થતો નથી. એમ (કોઈક) કહેતું હતું ને ? એક તો બહારથી પાપથી હજી નિવૃત્ત નથી ! આહા..હા..! બાપુ ! ભગવાન !