________________
૧૮૯
વચનામૃત રહસ્ય ‘ૐ કાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે આહા...! “રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે.' (ગણધરદેવ દિવ્યધ્વનિનાં) આગમ રચીને, ભવ્ય પ્રાણી હોય એ મિથ્યાત્વને ટાળીને આત્માનો અનુભવ કરે. આહા..! પણ એ આગમ વચન સાંભળીને ! બીજાની વાણીને સાંભળીને નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણી સાંભળીને જેણે મિથ્યાત્વ ટાળ્યું છે તે મુક્તિને પામવાને લાયક છે. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ
અહીંયા શું કહ્યું? મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે.... કરોળિયાનો દાખલો આપ્યો. “મકડી' કહે છે કે તમારે (હિન્દીમાં)? કરોળિયો ! એ એક ફેરી કહ્યું હતું. બે પગાને માણસ કહ્યો. માણસ, બાયડી પરણે ત્યારે ચાર પગો થાય એટલે ઢોર થાય અને એને છોકરો થાય (એટલે) બે પગ વધ્યાં એટલે છ પગો ભમરો થાય. ભમરો ...ભું.. કર્યા કરે - મારો છોકરો છે ને મારો આમ છે ને આમ રમાડવો, ને આમ કરવું ! અને એ છોકરો બાયડી પરણે ત્યારે આઠ પગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. આવું સાંભળ્યું પણ નહિ હોય ! કરોળિયા નથી થાતાં ? મકડી ! એને આઠ પગ હોય છે. ભમરાને છ પગ હોય છે.
એ અહીં કહે છે, જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે.....' કેમકે પોતે લાળમાં બંધાયેલ છે. ઊંધાં પુરુષાર્થથી લાળમાં બંધાયેલ છે. સવળો પુરુષાર્થ કરીને બંધન છોડી શકે છે. છે ? (પહેલા) કરોળિયાનો દાખલો આપ્યો. (હવે કહે છે) ....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં....” આ..હા..હા..! છે ? જેમ ઘરમાં રહેતો માણસ...' એમ કહીને) અહીં બીજું કહેવું છે કે, માણસ ગમે તેવાં કામ કરે પણ એ માણસ, માણસ મટીને કાંઈ એ વખતે નારકી થાય છે ? માણસ તો માણસ છે. માણસ ગમે તેટલાં બહારનાં કાર્ય કરે પણ એ માણસ ફીટીને કાંઈ તે કાળે ઢોર થાય છે ? પછી એનું પરિણામ (ફળ) આવે ને ભલે ઢોરમાં જાય.
કષાયની તીવ્રતા સેવે, માંસ-દારૂ ન ખાય તો ઢોરમાં જાય). માયા-લોભ (એ) રાગ, ક્રોધ-માન (એ) દ્વેષ - એ સેવે તો આત્માની આડોડાઈ કરી. આડોડાઈ એટલે આ મનુષ્ય શરીર ઊભા છે (અને ઢોર-ગાય, ભેંસ ને ખિસકોલી...