________________
૧૮૭
વચનામૃત રહસ્ય અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. આ..હા..હા..! અહીં એ જ કહ્યું ને, જુઓને ! “મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે.' આ..હા..હા..! સમજાય છે કાંઈ ?
“સમજાય છે કાંઈ ?” એ વિસામાનું વાક્ય છે. એક છ-સાત વરસનો નાનો છોકરો એની માં ને કહેતો હતો કે, “સમજાય છે કાંઈ ? કહે છે એ “મહારાજ ક્યાં છે ?! “સમજાય છે ?’ એમ એક મહારાજ કહે છે, એ મહારાજ ક્યાં છે ? પાંચ-છ વર્ષનો છોકરો હતો. આ..હા..હા..! પ્રભુ ! આ તો કોઈ અલૌકિક શાંતિનો માર્ગ છે !!!
અહીં તો કહે છે, સંવર, નિર્જરા અને મોક્ષ; - આસવ, - પુણ્ય ને પાપની વાત તો શું કરવી ? એ તો દુઃખ ને ઝેર છે, - પણ સંવર ને નિર્જરા અમૃત છે અને મોક્ષ છે એ અમૃતની પૂર્ણ દશા છે, છતાં તે ત્રણે નાશવાન છે, કેમકે એ પર્યાય છે. પર્યાયની મુદત એક સમયની છે. ભલે કેવળજ્ઞાન થાય પણ એ કેવળજ્ઞાન એક સમય રહે. બીજે સમયે તે કેવળજ્ઞાન નહિ રહે. બીજે સમયે બીજું કેવળજ્ઞાન થશે, ત્રીજે સમયે ત્રીજું કેવળજ્ઞાન થશે. કેવળજ્ઞાન બીજે સમયે નહિ રહે. અરરર...! આવી વાતું હ! કેવળજ્ઞાન નાશવાન છે ! અરરર....! એક સમયની મુદત છે ને એટલે (નાશવાન કહ્યું). પર્યાયની (મુદત) એક સમય જ હોય છે. એક સેકંડનો અસંખ્યમો ભાગ એવો એક સમય. (એ) એક સમય કેવળજ્ઞાન રહે. બીજે સમયે બીજું થાય. એ નહિ રહે. એવું એ નહિ. એવું રહેશે પણ એ નહિ. એ અપેક્ષાએ (કેવળજ્ઞાન) પર્યાયને નાશવાન કીધી છે. આ..હા..હા..!
* અહીં એ જ કહે છે (કે), એ પર્યાય છે માટે તેને અમે વ્યવહારનય કહીએ છીએ. આહા..હા..! આ બેનનાં શબ્દ છે, ઓલા નિયમસાર(નાં) ભગવાનનાં શબ્દ છે. નિશ્ચય આત્મા અમે એને કહીએ છીએ, ખરેખર આત્મા એને કહીએ છીએ કે જે પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષથી ભિન્ન છે. કેમકે એક સમયની પર્યાયથી તે ત્રિકાળ દ્રવ્ય ભિન્ન છે. એ ભિન્ન છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંવર, નિર્જરા અને મોક્ષને પણ અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. તે વ્યવહારનયનો વિષય છે, (તે) ભેદરૂપે છે. જ્યારે) ત્રિકાળી દ્રવ્ય તે અભેદરૂપે (છે) અને નિશ્ચયનયનો વિષય છે. આહા..હા...!