________________
૧૮૮
[વચનામૃત-૪૭] . પ્રશ્ન :- ગુરુદેવ ! સવારે અનુભૂતિને આત્મા કહો અને અત્યારે અનુભૂતિને આત્મા નથી કહેતા !?
સમાધાન :- એ અનુભૂતિને આત્મા કીધો, એ રાગ (આત્મા) નથી, માટે (અનુભૂતિને) આત્મા કહ્યો અને અહીં સંવર, નિર્જરા, અને મોક્ષને પણ નાશવાન (કહ્યાં). એક સમયની પર્યાય છે માટે નાશવાન કહે છે. અનુભૂતિ પણ એક સમયની દશા છે. 'પ્રશ્ન :- સવારના આત્મા અને અત્યારે અનાત્મા થઈ ગયો !
સમાધાન :- એ આત્મા કઈ રીતે કહ્યો ? (કે) રાગ આત્મા નથી માટે તે નિર્મળ અનુભવને આત્મા કહ્યો. પણ અહીંયા તો હવે ત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ નિર્મળ અનુભવને નાશવાન કહ્યો). પેલા રાગની અપેક્ષાએ અનુભૂતિને આત્મા કહ્યો હતો. દયા, દાન ને ભક્તિના રાગના પરિણામ છે, એ બંધનનું કારણ છે. એ અપેક્ષાએ અનુભૂતિ આત્મા છે, એમ કહ્યું હતું. અત્યારે અહીં કહે છે, એ અનુભૂતિ શું મોક્ષ પણ એક સમયની પર્યાય છે ! આ...હા...હા...! સિદ્ધપણું પણ એક સમયની પર્યાય (છે). બીજે સમયે બીજું, ત્રીજે સમયે ત્રીજું (સિદ્ધપણું છે). આવી વાત છે. કાને પડવી મુશ્કેલ પડે એવી છે !! | મુમુક્ષુ :- ઉત્તમ અને મંગલ (વાત) છે ! - પૂજ્ય ગુરુદેવશ્રી :- ભાગ્યવાન હોય એને કાને પડે એવી વાતું છે !! આહા..હા..! એ આવે છે ને ? “ભવિ ભાગ જોગ !” સ્તુતિમાં આવે છે.
ભવિ ભાગન જોગ' વીતરાગની વાણી નીકળે છે ! ભવ્ય (જીવના) ભાગ્યના જોગે વીતરાગીની વાણી આવે છે !! “ભવિ ભાગન જોગ એ આવે છે. હિન્દી સ્તુતિમાં એ આવે છે. “ભવિ ભાગન જોગ' વીતરાગની વાણી નીકળે છે. એને કાંઈ બોલવું નથી, એ તો જ્ઞાનરૂપ છે. એ વાણીના કર્તા પણ નથી. ભવ્ય પ્રાણી (ને) યોગ છે, પ્રાણીની પાત્રતા છે . એને માટે વીતરાગની વાણીનો ધ્વનિ આવે છે.
‘ૐ કાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે - ભગવાનને ધ્વનિ આવે ! એને આવી (શબ્દાત્મક) વાણી ન હોય. આવી વાણી ભગવાનને ન હોય. રાગવાળો હોય એને આવી ખંડવાળી વાણી હોય. વીતરાગ હોય એને ખંડવાળી વાણી ન હોય. એને આખા શરીરમાંથી અખંડ ૐની ધ્વનિ છૂટે.