________________
વચનામૃત રહસ્ય
૧૫૯ ૪૨ (બોલ). યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. જરી ઝીણી (વાત) છે. જો યથાર્થ દૃષ્ટિ થઈ હોય એને જે રાગ (આવે છે તે) વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. શું કહે છે ? '
ધર્મની જેને દૃષ્ટિ થઈ છે, સમ્યગ્દર્શન થયું છે, જેણે રાગથી ભિન્ન પડીને આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો (છે) - એનો રાગ, વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. કષાયની મંદતા નહિ, પણ કષાયના અભાવથી તરબોળ હોય છે. આહા..હા..! ઝીણી વાતું છે, બાપુ ! દુનિયાથી જુદી જાત છે. દુનિયાને સાંભળવા મળવું મુશ્કેલ પડે, એ વિચારે કે દિ ? અને અંદર રુચિમાં જાય કે દિ ?
એ કહે છે, “યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી....” કષાય . ક્રોધ, માન, માયા, લોભથી) રહિતનો ઉપશમશાંત રસ.... આ...હા..હા...! એ શાંતરસથી એનો રાગ અને વૈરાગ્ય તરબોળ ' હોય છે. રાગ વખતે પણ શાંતરસ હોય છે અને વૈરાગ્ય વખતે પણ અંદર શાંતરસમાં હોય છે. આ..હા..હા..! ભાષા બહુ સાદી (અને) ટૂંકી છે.
‘તરબોળ' કહેવાનો આશય છે. ધર્મીને અંદર જ્ઞાનાનંદ આત્મા રુચ્યો એને રાગ આવે તો પણ શાંતિ રહે છે અને વૈરાગ્ય હોય તો પણ શાંતિ રહે છે. એ શાંતિમાંથી ખસતાં નથી. અંતર શાંત સ્વરૂપ (છે) તેનામાં એ પડ્યો છે. તેને બહારની કોઈ દરકાર નથી. કુટુંબ, કબીલા, પૈસા-લક્ષ્મી, આબરૂ, કીતિ... ધૂળધાણી એના ઉપર એની નજરું નથી. એની નજર ઉપશમરસ ઉપર છે. આહા..હા..! - સ્તવનમાં આવે છે . *ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં ભજનમાં આવે છે. ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં.” આ..હા..હા..! પ્રભુ ! તારી આંખમાં ઉપશમરસ દેખાય છે ! અંતરમાં કષાય રહિત ઉપશમભાવ પડ્યો છે અને શરીરમાં શાંત...શાંત...શાંત... દેખાય છે. એવી વીતરાગ ભગવાનની દશા છે ! જગતમાં જેટલાં ઊંચામાં ઊંચા પરમાણુ હોય એ ' ભગવાનનાં શરીરમાં આવીને શાંત રસપણે પરિણમ્યા હોય છે ! ભક્તામર (સ્તોત્રમાં આવે છે. ભક્તામરમાં...! જગતમાં જેટલાં પરમાણુઓ શાંતપણે પરિણમવાના હોય, શાંત એટલે અંદર સ્થિરતા . એ શાંત...શાંત... પરમાણુઓ