________________
વચનામૃત રહસ્ય
૧૬૭ થઈને મોક્ષ જવાનાં છે.'
એ આ પદ્મનંદીમાં (આચાર્ય) પોતે કહે છે, પ્રભુ ! તને ઝીણી વાત લાગે, સૂક્ષ્મ લાગે, તે ન જાણીને સાંભળી ન હોય એથી તને અજાણી લાગે) અને અણગમો લાગે (તો) પ્રભુ ! માફ કરજે ! બાપુ ! અમારી પાસે તું શું લેવા આવીશ ? કંદોઈની દુકાને અફીણનો માવો નહીં મળે !
આ અફીણનો માવો કહે છે ને ? અફીણ પીએ ને ? પછી કહે છે ને ! ચડ્યો...ચડ્યો...ચડ્યો... એમ કહે ત્યારે ચડે ! ખબર છે ? અફીણ છે ને અફીણ...! આ તો બધું અમારું જોયેલું છે. ગોંડલ જતાં રીબડા (ગામ આવે છે. ત્યાં ઉતર્યા હતાં. રીબડામાં એક બાવો હતો એ અફીણ ઘોળતો હતો. પછી પીધું પીધા પછી ચડ્યો...ચડ્યો...ચડ્યો... એમ કહે તો ચડે ! એ ઉતરી ગયો એમ કહે તો ચડે નહિ ! એમ આને જો ચડ્યો, ચડ્યાનું જો કહે (અને અંદરથી ચડી જાય તો યથાર્થ છે. ઢીલી વાત કરે તો ગોઠે નહિ.
ધર્મીને (અને) જેને આત્માની દૃષ્ટિ અને રૂચિ કરવી છે, એને ઢીલી અને મોળી વાત જરીએ ગોઠે નહિ ! અફીણ પીવે છતાં કોઈ એમ કહે કે, એ નહિ ચડે, તો ન ચડે ! એવી સ્થિતિ છે ! આ રીબડામાં ચોરામાં ઉતરેલા, અને જોડે ગરાશિયાનો ડેલો હતો. એ અફીણ પીતો બોલતો હતો. અમારી ઉપર તો પ્રેમ હતો. એમને ત્યાં ઉતાર્યા હતાં. વાણિયાના ઘર નહોતા એટલે ત્યાં ઉતર્યા હતાં. અફીણ પીધા પછી આમ એટલી ખુમારી ચડે...! ચડ્યો...! એમ જો કહે તો ઠીક. નહિ તો ઉતરી જાય ! પીધો હોય) છતાં ચડી શકે નહિ. એમ જેને અંતરમાં આત્માનો રસ નથી એને ગમે તેટલી વાત કરો તો પણ અંદર નહિ જઈ શકે. ઢીલો ઢફ થઈ જશે એ-તો !! આહા....હા...!
ઘણું જોયું, ઘણું સાંભળ્યું. ૬૭ વર્ષ તો દીક્ષા લીધાને થયાં, દુકાન છોડ્યાં ૬૭ વર્ષ થયાં. હું તો દુકાન ઉપર પણ શાસ્ત્ર વાંચતો. નાની ઉમરમાં દુકાનમાં ઘણાં શાસ્ત્ર રાખેલાં. ૧૯-૨૦ વર્ષની ઉમરમાં ! આચારાંગ, સૂયગડાંગ,... બધાં વાંચેલાં, ધંધામાં પણ હું આ કરતો ! પણ ‘સમયસાર જ્યાં હાથ આવ્યું...! આ..હા..હા..! અરે...! આ તો શરીર રહિત (થવાની) વસ્તુ છે !! સમ્યગ્દર્શન (પામવાની) અને શરીર રહિત (થવાની) આ ચીજ છે !! મેં તો કહ્યું શેઠિયાઓને,