________________
વચનામૃત રહસ્ય
૧૮૧
૪૭. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. શું કહે છે ? ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન દ્રવ્ય સ્વરૂપ (તેની વાત કરે છે). દ્રવ્ય એટલે આ તમારા પૈસા નહીં હોં !
સોનગઢમાં સ્વાધ્યાય મંદિરમાં ‘દ્રવ્યદૃષ્ટિ તે સમ્યદૃષ્ટિ' (એમ લખેલું છે ને ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યક્દષ્ટિ !” એકવાર એક માણસ આવ્યો. એ આમ બેઠેલો અને આ - ‘દ્રવ્યદૃષ્ટિ તે સમ્યક્દૃષ્ટિ' વાંચ્યું. (પછી) પૂછ્યું - મહારાજ ! આ દ્રવ્યદૃષ્ટિ તે સમકિતદૃષ્ટિ (લખ્યું છે) તો દ્રવ્ય (એટલે) લક્ષ્મી તે સમ્યકુદૃષ્ટિ ! આ ક્યાંથી આવ્યું !?’ આવી તો જૈનમાં જન્મેલાંને ખબરું !! અંદર દ્રવ્યદૃષ્ટિ વાંચીને એને એમ થયું કે) દ્રવ્ય એટલે પૈસાની દૃષ્ટિ ! અહીં બધાં કરોડોપતિ આવે છે માટે એ બધાં પૈસાવાળા એ સમકિતદૃષ્ટિ ? અરે...! પ્રભુ ! તમે આ શું કહો છો ? અહીં તમારા દ્રવ્ય - પૈસાનું ક્યાં કામ છે !? પૈસાનો સ્વામી થાય એ તો મૂઢ અને મૂર્ખ છે મોટો !! આહા..! સમજાય છે કાંઈ ? - જે જડ છે. અજીવ છે, અરે...! રાગનો સ્વામી થાય તે મિથ્યાષ્ટિ છે. ! શુભ રાગનો ધણી થાય તે પણ મિથ્યાષ્ટિ છે તો પછી લક્ષ્મી સ્ત્રી, કુટુંબ, પરિવારની તો વાતું શું કરવું ? આહા..હા..! એ તો પર ચીજ છે. પરને કારણે આવી છે અને એને કારણે ટકે ને બદલે છે. તારા અધિકારમાં એ ચીજ છે નહિ. છતાં પોતાનો અધિકાર - સ્વામીપણું એમાં માને તો મોટી મૂઢતા છે ! એમ વીતરાગ કહે છે. મૂઢ જીવ છે એ ! મૂર્ખ છે ! આ...હા..હા..! ચાર ગતિમાં) રખડવાના એના લખણ છે, (એમ) કહે છે. “મૂઢ જીવ’ આવે છે ને ? સમયસારમાં આવે છે . મૂઢ જીવ છે એ ! આ..હા..હા..!
અહીં એ કહે છે, “ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી.' શું કહે છે ? સવારમાં (સમયસાર-૧૪ ગાથામાં) “અબદ્ધસ્કૃષ્ટ' આવ્યું હતું ને ? એ
અબદ્ધસ્કૃષ્ટ નાસ્તિથી વાત છે અને “મુક્ત” છે તે અસ્તિથી વાત છે. ખરેખર (તો) વસ્તુ છે એ મુક્ત જ છે. એને આવરણ પણ નથી, એ બંધાયેલો નથી. આ. ...!
આત્મદ્રવ્ય જે છે, આત્મપદાર્થ જે છે, ભગવાને જેને આત્મા કહ્યો તે આત્મા બંધાયેલો અને આવરણવાળો નથી. એ કદી બંધાયું નથી. આહા..હા..! એની પર્યાયમાં રાગ ને દ્વેષથી બંધન માને છે. વસ્તુ બંધાયેલી નથી. ત્રિકાળ ,