________________
૧૮૨
[વચનામૃત-૪૭]
નિરાવરણ પરમાત્મા અંદર પડ્યો છે. આહા..હા..! ‘ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરંમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું.' આહા..હા..! આવી દ્દષ્ટિ થાય તેને દ્રવ્ય કદી બંધાયું નથી - એમ જાણવામાં આવે છે. આહા..હા..!
(હવે કહે છે) ‘મુક્ત છે કે બંધાયેલું છે..... (અર્થાત્) પર્યાયમાં મુક્ત છે કે પર્યાયમાં બંધાયેલ છે, ....તે વ્યવહારનયથી છે,....' આ..હા..હા..! બંધ અને મુક્તની દશા વ્યવહાર છે. નિશ્ચયમાં દ્રવ્ય બંધાયેલ અને મુક્ત છે નહિ, એ તો મુક્તસ્વરૂપ જ છે ! પર્યાયમાં મુક્ત થવું અને પર્યાયમાં બંધન થવું, એ તો વ્યવહારનયનું ઉપચરિત વર્તમાન કથન છે. ત્રિકાળ વસ્તુ બંધાયેલી છે નહિ.
અરેરે...! આવી વાત હવે...! આખો દિ' દુનિયાના ધંધામાં રસ-કસમાં પડ્યો હોય, આહા..હા...! કાપડના પોટલાં ફેરવે ને એમાં ૨૦૦-૫૦૦ની દરરોજ પેદાશ થતી હોય....! ૫૦૦-૧૦૦૦-૨૦૦૦-૫૦૦૦-૧૦,૦૦૦ની પેદાશ થાય, એમાં શું છે ? દસ-દસ હજારની એક દિવસની પેદાશ હોય ! એ શું છે ? (એ તો) જડ છે, ધૂળ છે.
અહીંયા તો કહે છે, આત્માને બંધાયેલો અને મુક્ત માનવો, એ વ્યવહારનય' છે. એ વ્યવહારનય હેય નામ છોડવા લાયક છે. આહા..હા..! આવી વાત સાંભળવી કઠણ પડે ! કરો...કરો...! આ કરો... આ કરો...આં કરો...આ કરો...! પ્રભુ અહીં કહે છે કે પણ (એ) કરો તો એક કો૨ રહ્યું પણ મુક્ત દશા પણ વ્યવહારનય છે !! રાગ કરો એ તો કર્તાપણું - મિથ્યાત્વ છે...! આહા..હાં..! પણ મુક્તપણાની પર્યાયને - મુક્ત પર્યાય છે તે નિશ્ચયનયનો વિષય માનવો, એ મિથ્યાત્વ છે !! (કેમ કે એ તો) વ્યવહારનયનો વિષય છે. એક સમયની પર્યાય, કેવળજ્ઞાનની એક સમય(ની) પર્યાય પણ વ્યવહાર છે. આ..હા..હો..! સમજાય છે કાંઈ ?
"
પૈસા ને આ શરીર (તો) માટી ને ધૂળ (છે). આ તો માટી છે. એ તો ક્યાંય રહી ગયા ! બાયડી, છોકરા ને કુટુંબ ને એના આત્મા અને શરીરના ૨જકણો તો ક્યાંય જુદાં રહી ગયા ! એને પોતાના માને એ તો મોટો મૂરખ અને મૂઢ છે. આહા..હા..!
અહીં તો કર્યું છે. જીવને પર્યાયમાં મુક્ત માનવો એ વ્યવહારનય છે.