________________
V “અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે; કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી; તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે પ્રગટ્યો તેમાં નવીન શું ? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી.” ૫.
પ્રવચન-૧૦, વચનામૃત-૪૫ થી ૪૭
- વચનામૃત, ૪૫મો બોલ છે. ભાષા સાદી છે. પણ અંતર સ્પર્શે છે). અંતરનાં તળિયાં તપાસીને.... અંતરનું તળિયું એટલે ધ્રુવ (સ્વરૂ૫). પર્યાય છે એ દ્રવ્યની ઉપર ઉપર તરે છે. રાગ અને વિકલ્પ છે એ તો ઉપર છે (જ) પણ એની પર્યાય જે અવસ્થા છે, એ પણ દ્રવ્યથી ઉપર ઉપર તરે છે. આહા..હા...! એ પર્યાયનાં તળિયાંમાં - અંતરમાં જો ! આહા..હા..! આવી વાત હવે !
અંતરનાં તળિયાં તપાસીને....' એ ધ્રુવને જોઈને ...આત્માને ઓળખ.' આ સાર છે. અંતરમાં ધ્રુવ છે એને તપાસીને, ધ્રુવને જોઈને આત્માને ઓળખ.