SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ V “અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે; કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી; તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે પ્રગટ્યો તેમાં નવીન શું ? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી.” ૫. પ્રવચન-૧૦, વચનામૃત-૪૫ થી ૪૭ - વચનામૃત, ૪૫મો બોલ છે. ભાષા સાદી છે. પણ અંતર સ્પર્શે છે). અંતરનાં તળિયાં તપાસીને.... અંતરનું તળિયું એટલે ધ્રુવ (સ્વરૂ૫). પર્યાય છે એ દ્રવ્યની ઉપર ઉપર તરે છે. રાગ અને વિકલ્પ છે એ તો ઉપર છે (જ) પણ એની પર્યાય જે અવસ્થા છે, એ પણ દ્રવ્યથી ઉપર ઉપર તરે છે. આહા..હા...! એ પર્યાયનાં તળિયાંમાં - અંતરમાં જો ! આહા..હા..! આવી વાત હવે ! અંતરનાં તળિયાં તપાસીને....' એ ધ્રુવને જોઈને ...આત્માને ઓળખ.' આ સાર છે. અંતરમાં ધ્રુવ છે એને તપાસીને, ધ્રુવને જોઈને આત્માને ઓળખ.
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy