________________
૧૭૪
[વચનામૃત-૪૫]
કારણ કે વસ્તના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી.... આ......! શું કહ્યું એ ? રાગની મંદતાનો શુભ ભાવ અને કાંઈક જાણપણાની ધારણા (કરી લીધી પણ, એનાથી ભિન્ન, વસ્તુનો અગાધ સ્વભાવ અંદર છે. અગાધા ગંભીર ચીજ પડી છે. પ્રભુ ! આ..હા...હા..! જેના તળિયાં જોતાં અનંતતાનો પાર ન આવે, એવાં જે અનંત ગુણનો ધણી પ્રભુ અંદર બિરાજે છે. ત્યાં તેની નજરું જાતી નથી. રાગની મંદતા અને કંઈક ધારણા કરીને ત્યાં સંતોષાઈ જાય છે. આ...હા..હા..! જાણે અમે ઘણું કર્યું ! અમે ધર્મ કરીએ છીએ. એમ અભિમાનમાં ત્યાં રોકાઈ જાય છે. કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી....' થોડી શુભ ભાવના કરી અને કંઈક ધારણા કરી, પણ વસ્તુ તો અગાધ છે. આહા..હા..!
અંતર જ્ઞાન આનંદ ને શાંતિનો સાગર (છે). અનંત...અનંત...અનંત... (સામર્થ્યથી ભરપૂર સ્વભાવ) પર્યાયની પાછળ અંતર તળમાં બિરાજે છે. એની ઉપર નજર કરવાનો વખત લેતો નથી. મૂળ ચીજ આ છે. નવમી ત્રિવેક અનંત વાર ગયો, અગિયાર અંગના જાણપણા કર્યા, પંચ મહાવ્રતના પરિણામ કર્યો. નગ્ન દશા ધારણ કરી, પરિષહ અને ઉપસર્ગ આવતાં. સહન કર્યાં. પણ એ બધો પરલક્ષી રાગ છે. આહા..હા..! અગાધ વસ્તુ અંદર છે, અંદર દરિયો ભર્યો છે. એક સમયની પર્યાયની પાછળ અગાધ દરિયો (ભર્યો છે). અનંત જ્ઞાન અને આનંદનો દરિયો ભર્યો છે. આહા..!
“તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે.' અગાધ સ્વભાવની જેને કિંમત નથી, અંદરનો અગાધ દ્રવ્ય સ્વભાવ.... આ..હા..હાં...! બેહદ સ્વભાવનો પિંડ તેની જેને કિંમત નથી, ....તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. આહા..હા..! ભાષા સાદી છે પણ વસ્તુ અંદરની છે. આહા...! ક્યાં અટક્યો છે ? તે બતાવે છે).
અટકવાના કારણો અનંત છે અને (છૂટવાનું કારણ એક અગાધ સ્વભાવને પકડવો એ છે. અગાધ સ્વભાવથી ભરેલો ભગવાન એને પકડવો અને એને અનુભવવો, એ વાસ્તવિક ચીજ છે. બાકી બધી ઉપરની ચીજો તેં અનંત વાર કરી. એ બધી હદવાળી અને મર્યાદાવાળી ચીજ હતી. રાગની મંદતા અને શાસ્ત્રની ધારણા એ મર્યાદિત હતી. અમર્યાદિત એવો સ્વભાવ
૩
-