________________
- -
૧૨૦
[વચનામૃત-૩૪] તો ઠીક, નહિ તો પડતું મૂક, મારે કાંઈ કામ નથી ! એમ હઠ ન કરે. આ અંદરના ન્યાયના વિષય છે.
....(હઠ ન કરે કે, મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે.' અંદર સ્વભાવ - ભગવાન પડ્યો છે, બાપુ દરિયો ભર્યો છે. કોઈ દિ' સામું જોયું નથી. કોઈ દિ તેનો ઉલ્લાસ આવ્યો નથી. બહારના ઉલ્લાસમાં રોકાઈને તેનો અનાદર કર્યો છે. આહા..હા..! ચૈતન્ય ભગવાનનો અનાદર કર્યો છે ! આહા..! જેને રાગ અને પુણ્યની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આહા..હા..હા...! ધીરાનું કામ છે, બાપુ !
રાગનો પ્રેમ અને રુચિ રાખે અને આત્મામાં જવા માગે (તો) નહિ જઈ શકે. એને આત્મા ઉપર દ્વેષ થઈ ગયો છે. રાગ ઉપર જેને રુચિ ને પ્રેમ છે તેને આત્મા પ્રત્યેનો દ્વેષ છે. આત્મા પ્રત્યેનો જેને પ્રેમ છે તેને રાગની રુચિ હઠી ગઈ છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ મૂળ માર્ગ(ની) શરૂઆતની વાત છે. આહા..હા..!
હેઠે સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે.....” સહજ સ્વભાવ સન્મુખ (થવા માટે) ધીરેથી....ધીમેથી... બહારના કોઈપણ પદાર્થના પ્રેમનો ઉત્સાહ, ઉલ્લાસ ઘટાડીને, અંદરમાં જવાના ઉલ્લાસને વધારીને અંદર કામ કરે. એ સહજ કામ છે, હઠ વિનાનું કામ છે. આ..હા..હા...! ...ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. શું કહે છે ? અંદર જવામાં જેટલો પુરુષાર્થ જોઈએ એટલો પુરુષાર્થ ન હોય અને હઠ કરે (તો) એમ પ્રાપ્ત ન થાય. આહા..હા...! અંદરની વાતું છે આ !
જેટલો પ્રયત્ન સ્વભાવ સન્મુખ થવામાં જોઈએ તેટલો પ્રયત્ન કરે નહિ અને ખોટી ઉતાવળ કરે, એમ ન બને. એમ વસ્તુ પ્રાપ્ત ન થાય. આ..હા..હા..! શબ્દો સાદા છે, ભાષા તો સાદી છે, પ્રભુ ! આહા.....! અહીં તો સૂક્ષ્મ તત્ત્વની વાતું છે, નાથ !
સવારમાં નહોતું કહ્યું? આચાર્યએ એમ કહ્યું, આચાર્યએ હોં...! શું કહ્યું હતું ? આચાર્યએ એમ કહ્યું કે, તને મારી વાત ઝીણી પડે, (હું) બ્રહ્મચર્યની ઝીણી વાતું કરીશ. અંદર આનંદનો નાથ છે એમાં રમણતા કર એનું નામ બ્રહ્મચર્ય છે. સ્ત્રીનું સેવન ન કર, માટે બ્રહ્મચર્ય છે, એમ નથી. જાવ જીવ સ્ત્રીનું સેવન કર્યું નથી માટે બ્રહ્મચારી છે, એમ નથી. એ તો શરીરની ક્રિયા