________________
૧૪૮
[વચનામૃત-૩૮]
તે મોક્ષને માર્ગે છે. એ સંસારમાં અંતમાં આવી ગયો છે. એના સંસારનો અંત - ભવનો અંત આવી ગયો છે. આ..હા..હા...!
5
ઝાઝાં
અટકવાનાં સાધન અનંત - છૂટવાનું સાધન એક ! એ શું કહ્યું ? બહારમાં અટકવાનાં સાધન અનંત ! રાગ ને દ્વેષ ને પુણ્ય ને શરીર ને વાણી ને મન ને સ્ત્રી ને કુટુંબ ને પૈસાને આબરૂ ને કીર્તિ, દીકરી ને, દીકરીને વહુ ને મોટું લપસીંદર ! (એ) બહારમાં અટકવાનાં (સ્થાન છે). છોકરા લાંબા હોય ને... એમાંથી એની બાયડીનું ને એનાં છોકરાં ને આ અટકવાના સાધન ઘણાં, પ્રભુ ! છૂટવાનું સાધન એક. એ ચૈતનમૂર્તિ ભગવાન તરફ જાવું એ છૂટવાનું એક સાધન. આહા..હા..! માર્ગ આ છે. એ માર્ગનો ખ્યાલ તો કરે, પ્રભુ ! આહા..હા..! ઘણાં જોયાં છે - કરોડપતિઓ "ને અબજોપતિઓ આહા..! પણ બિચારાં(ને) કાંઈ ખબર ન મળે. મગજમાં ખબર ન મળે. કહ્યું નહોતું ?
હમણાં મુંબઈમાં એક વૈષ્ણવ આવ્યાં હતો. દર્શન કરવાં આવ્યો હતો. વૈષ્ણવ (હતો) અને ઘરે બૈરાંઓ બધાં આપણા જૈન, શ્વેતાંબર જૈનની દીકરીયું અને જેટલાં આદમીઓ (એ) બધાં વૈષ્ણવ, એ કર્તા માને ને ! દર્શન કરવાં આવ્યો (ત્યારે કહ્યું) મહારાજ ! પરમેશ્વર કર્તા છે કે નહિ ?” (મેં કહ્યું) પ્રભુ ! નરસિંહ મહેતાએ કહ્યું છે કે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.........' આત્માને ન જાણે ત્યાં સુધી બધું મિથ્યા ભ્રમ છે.
જુનાગઢમાં વૈષ્ણવમાં એક નરસિંહ મહેતા થઈ ગયાં છે. નરસિંહ મહેતો, ભગત હરિના, જુનાગઢના રહેવાસી (એમ) આવે છે, મોટી વાત આવે છે. એ એમ કહે (છે) કે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ' જ્યાં લગી આત્માને અંતર(માં) જાણવાનો પ્રયત્ન કર્યો નહિ, એને ઓળખ્યો નહિ, ત્યાં સુધી તેણે શું કર્યું તીર્થ ને તપ કરવા થકી ? શું કર્યું જાત્રાને દાન કરવા થકી ?” એનાથી કાંઈ કોઈ આત્મા પ્રાપ્ત થાય એવી એ કોઈ ચીજ નથી.
-
આા..હા..!
અહીં એ કહે છે કે. (ખરો મુમુક્ષુ) ‘....ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.' આહા...હા...! એ ૩૮ (થયો).