________________
૧૫૧
વચનામૃત રહસ્ય
હું પણ અલ્પ કાળમાં પરમાત્મા થવાનો છું ! એ ચોક્કસ છે - એમ ધર્મી અંદર વિચારે છે. પણ બીજાં બધાં પ્રાણીઓ કર્મોનો નાશ કરીને પરમાત્મા થાઓ ! આહા..હા..હા..! જુઓ ! આ ધર્મધ્યાનનો વિચાર ! કોઈ પ્રાણી પ્રત્યે વેરબુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે દુશ્મનબુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે અલ્પ-હલકી બુદ્ધિ નથી. એને દ્રવ્ય સ્વભાવ છે એના ઉપર દૃષ્ટિ છે કે આ એનો દ્રવ્ય સ્વભાવ છે. એને પકડીને એ પણ મુક્તિ પામે !! આહા..હા..હા...! આ ભાવના.... ધર્મીની આ ભાવના હોય છે. ધર્મીને કોઈ દુશ્મન હોતો નથી, ધર્મીને કોઈ વેરી-શત્રુ હોતો નથી. એ વેરી-શત્રુ માનતો હોય એની પણ મુક્તિ થાઓ !! એ પણ બંધન ને દુઃખથી છૂટી જાઓ !! એમ ધર્મીની ભાવના અવાય નામ વિચારધારામાં ચાલતી હોય છે. આ..હા....!
એ અહીં કહ્યું ‘સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.” (એવી) સહજ દશા છે. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે.... વધવાનો પુરુષાર્થ) ચાલે જ છે. શું કહે છે ? જ્યાં રાગથી ભિન્ન પડીને આ ભેદજ્ઞાન થયું, એ ભેદજ્ઞાન(ની) ધારા તો નિરંતર ચાલ્યા જ કરે છે. એને નવો પુરુષાર્થ કરવો પડતો નથી. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે, એ વળેલો વધતો જ જાય છે. એને અંદરમાં રાગ થાય તેને જાણે, પણ રાગમાં રોકાય નહિ. એવી ધર્મધ્યાનની ધારા... આ..હા..હા..! પ્રગટે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે.' અંતરમાં વધવાથી, રાગથી ભિન્ન પડીને, સ્વભાવ સન્મુખની દશાથી તેને નવો પુરુષાર્થ કરવો પડતો નથી. એમાં વધતી દશા આવે છે. તે દશા તો સહેજે ટકી રહે છે. સહજ સ્વભાવ ટકી રહે છે. એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યકજ્ઞાન અને તેને ધર્મીની દશા કહેવામાં આવે છે. તેને ભવનો અંત થઈ જશે અને બીજાના ભવનો અંત થાય એવી ભાવના કરશે, તેને અહીંયા ધર્મી કહેવામાં આવે છે. વિશેષ કહેશે....)