________________
૧૪૭
- પના
વચનામૃત રહસ્ય આ ભવ પહેલો નથી એવા તો અનંતવાર થયાં છે.
એટલે (અહીંયા કહે છે, “આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે.' (અર્થાતુ) મારે તો આત્મા જોઈએ બીજું કાંઈ જોઈતું નથી આહા..હા...! તેને પ્રતિકૂળ સંયોગોમાં (અર્થાતુ) શરીરમાં) આહા..હા..! પક્ષઘાત થાય, રોગ થાય, મગજ ફરી જાય - એવા પ્રતિકૂળ સંયોગોમાં પણ આહા..હા..! તીવ્ર અને કરડો પુરુષાર્થ....' કરવો જોઈએ. કરડો એટલે આકરો આહા..હા..! ગુજરાતી ભાષા છે ને ! કરડો (એટલે). તીખો. (કરડો) પુરુષાર્થ કરવો. એ
...ઉપાચે જ છૂટકો છે. છે ને ? ...કરડો પુરુષાર્થ ઉપાડ્યે જ છૂટકો છે.' ગમે તેટલી પ્રતિકૂળતા હો ! જગતમાં નીંદા થાવું_પ્રતિકૂળતા થાવ, શરીરમાં રોગ થાવ, ક્ષય રોગ લાગુ પડે, (એ) શરીરને પડે છે. એણે તીવ્ર પુરુષાર્થ કરીને આત્મામાં જાવું. એને મેળવવાનો આ ઉપાય છે, બીજો...કોઈ ઉપાય છે નહિ. આહા..! એ તીવ્ર પુરુષાર્થ ઉપાડ્યે જ છૂટકો છે.
સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને... ધર્માત્માનાં વચનો ઘણાં ગંભીર હોય છે, ઊંડાં હોય છે. ધર્મી જીવનનાં) રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.' આહો..હા..!
અંતરમાં ચેતન ભગવાન જાગૃત જ્યોત પડી છે ! પરમેશ્વર સ્વરૂપ છે ! ૩૮મી ગાથામાં કહ્યું છે ને ? ૩૮ ગાથા. એ પોતાના પરમેશ્વરને ભૂલી ગયો. બીજા પરમેશ્વરને વળગી ગયો . ભગવાન ને તીર્થકર ને પણ એ તો પર છે. પરને વળગ્યો ત્યાં રાગ છે. આ..હા..હા..! પોતાના પરમેશ્વરને ભૂલી ગયો અને બીજાનાં પરમેશ્વરને મોટપ માનીને ત્યાં અટકી ગયો. આહા..!
અહીં કહે છે કે ધર્માત્માના (વસ્તુસ્વરૂપ) સમજાય - એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને...' એમ કહે છે). ખૂબ ઊંડું મંથન કરીને....' આહા..હા..! અંદરમાં જવામાં ખૂબ પુરુષાર્થ કરી. આ તો બેનનાં અંદરનાં વચન છે ને ! “....મૂળ માર્ગને શોધી કાઢે છે). અંદરમાં ખૂબ મંથન કરીને, વિકલ્પથી રહિત થઈને પ્રભુને શોધી કાઢે છે. આ ભગવાન ચૈતન્ય આનંદ મૂર્તિ છે. એને સમકિતી, એમ ધર્મની પહેલી સીઢીવાળો વિકલ્પને તોડી સંપૂર્ણને પામી જાય છે. સંપૂર્ણ એવું આત્મતત્ત્વ - તેને મેળવી લે છે. એ મેળવી લે છે તે આત્મા છે તે સમકિતી છે, તે સાચી શ્રદ્ધાવાળે છે.
.
-