________________
વચનામૃત રહસ્ય
૧૩૧ ભાવ જડ છે - પ્રભુ ચૈતન્ય છે. શુભ અશુભ ભાવ દુઃખ છે - પ્રભુ આનંદ છે. (એમ) ત્રણ બોલ લીધાં છે. ભગવાન તરીકે આત્માને બોલાવ્યો છે !! વાણિયો છો, તું ગરીબ છો, તું તવંગર છો, તે શેઠિયા છો - એમ બોલાવ્યો નથી. આહા..હા..હા..! (પણ) “ભગવાન” તરીકે બોલાવ્યો છે.
ભગવાન ! તારામાં તો નિર્મળતા ભરી છે કે પ્રભુ ! એ પુણ્ય-પાપના મેલમાં અડીને - રહીને દુઃખી કેમ થાય છે તું ? તારામાં તો આનંદ ભર્યો છે ને ! પ્રભુ ! તું ચૈતન્ય જાત છે ને ! આહા..! એ પુણ્ય-પાપ જડ છે. એમાં કેમ રોકાઈ ગયો તું ? જે અચેતન છે, જેમાં ચૈતન્યની ગંધ નથી, શુભ ને અશુભ ભાવ, દયા, દાન, વ્રત ભાવ એ શુભ છે, જડુ છે, એમાં ચૈતન્ય પ્રકાશના નૂરનો અભાવ છે. માટે તે જડ છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા તે ચૈતન્ય છે. એમ ત્રણવાર આવ્યું છે. જુઓ ! છે ? લાવો...! અહીં તમારે છપાયું છે.
જુઓ ! શેવાળની માફક . પાણીમાં જેમ શેવાળ હોય (એમ) શેવાળની માફક આસવો મેલપણે અનુભવાતાં હોવાથી. પાણીમાં શેવાળ હોય છે ને શેવાળ ? (એ) મેલ છે. એમ આત્મામાં પુણ્ય-પાપાના) ભાવ થાય છે, એ શેવાળ છે, મેલ છે, અશુચિ છે. અનુભવતાં અશુચિ છે. અને ભગવાન આત્મા ! જુઓ ! એ તમારા ચોપાનિયાં છપાણી એમાં ૧૬મે પાને (છે). આહા...! ભગવાન આત્મા તો અતિ નિર્મળ ચૈતન્ય સ્વભાવપણે જ્ઞાયક હોવાથી એ તો શુદ્ધ અત્યંત શુદ્ધ છે. આ હા હા ! એવી સહજ દૃષ્ટિ પ્રભુ ! તને અનંતકાળમાં થઈ નથી. અને કરવાનું હોય તો આ છે. બાકી બધા થોથા છે). આહા..હા..!
એ અબજોપતિ હોય ને અબજો શું મોટા... એના પછી આવે છે ખર, નિખર... અમારા ભણતર વખતે આવતું હતું. અબજ પછી ખર, નિખર (આવે). સો અબજનું ખર (થાય). સો ખરનું નિખર (થાય. (એવું ઘણું બધું. અમારા ભણતર વખતે આવતું. એવા લાખ ને કરોડ તારા અબજ હોય તો એ) ધૂળે છે. એ તો ધૂળ છે પણ તારા પુણ્ય ને પાપ પણ મેલ ને ધૂળ છે. આહ........!
ભગવાન આત્મા તો સદા અતિ નિર્મળાનંદ છે. આ ૭૨ (ગાથામાં) છપાયું છે. એમાં ત્રણ વાર (વે) છે.