________________
વચનામૃત રહસ્ય
૧૩૯ વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૨૪ પ્રકારનો પરિગ્રહ કહે છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ ને પરિગ્રહ. એમાં પરિગ્રહના ૨૪ પ્રકાર કહે છે. એમાં ૧૪ (પ્રકારનો પરિગ્રહ) તો અંતરમાં છે. મિથ્યાત્વ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ આદિ અંતર પરિગ્રહ (છે). અને બાહ્ય (પરિગ્રહ) લક્ષ્મી, મકાન, આબરૂ, કીર્તિ આદિ બહાર છે . (બાહ્ય પરિગ્રહ છે). એ બધું પુણ્યનું ફળ ખરું. પણ એ છે પોતે પાપ ! અરરર...! આવું આકરું લાગે !
એ પાપનો સ્વામી થાય (અર્થાતુ) એ પાપ મારાં છે, પૈસા મારાં છે - એમ ધણી થાય એને ત્રણલોકના નાથનો પોકાર છે કે તે પાપી પ્રાણી છે. ઠીક લાગે ન લાગે, જગતને ઠીક લાગે ન લાગે એ માટે કાંઈ પરમાત્મા, બંધાયેલા નથી !! પરમાત્માની વાણીમાં તો સત્યનો પ્રચાર (આવ્યો છે). સત્ શું છે - એ આવે છે. આહા..હા..! દુનિયા એને પુણ્યશાળી કહે. વીતરાગ કહે કે એ પરિગ્રહ છે પરિગ્રહ છે. તે પાપ છે ને પાપનો સ્વામી થાય તે પાપી છે.
એક મુમુક્ષુ : તો પછી સંસારમાં આના વગર કરવું શું અમારે ? પૂજ્ય ગુરુદેવશ્રી : એ મારાં નથી, એમ ભગવાન ! એમ માનવું. એમ અંદર રુચિ ફેરવી નાખવી. એ બાહ્ય ચીજ (છે) - પર છે. મારી ચીજ પર છે એ ચીજ પર છે. એ પર (ચીજો મારી છે નહિ. પર ને પરમાત્માએ પાપ કહ્યું છે. એ પાપ મારું નહિ. હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. એમ એણે રૂચિ પલટાવી દેવી પ્રભુ ! આહા..હા..!
આહા..હા...! એ શું છે પણ બાપુ ? કરોડપતિ ? નિર્જરા અધિકારમાં લીધું છે. સમયસારમાં નિર્જરા અધિકારમાં એ અધિકાર લીધો છે કે, જે કોઈ પ્રાણી ‘એ અજીવ છે એ મારા છે' એમ માને તો એ જીવે, અજીવ છે - જીવ નથી. આકરી વાત છે, બાપુ ! આ તો જગતથી જુદી વાત છે. નિર્જરા અધિકારમાં આવે છે. હું અજીવ થાઉં (આવે છે ? શ્લોક છે. કે જો રાગ અને લક્ષ્મી મારાં થાય ને મારાં માનું તો હું અજીવ થઈ જાઉં! આ..હા..હા..હા..! આકરી વાત છે ! પૈસાવાળાને પાપી માનવા !
મુમુક્ષુ : આવું સાંભળીને અંતરમાં ખળભળાટ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી : ખળભળાટ થાય છે ! વાત સાચી, ભગવાન ! અંદર ખળભળાટ થઈ જાય છે. એમ કહે છે) !