________________
૧૩૮
[વચનામૃત-૩૭] પૈસો છે તે પુણ્યથી મળે છે. પુણ્ય વિના પ્રયત્નથી મળતો નથી. એટલાં એવા માણસ જોયા છે..... અહીં તો લાખોનો પરિચય છે. મુંબઈ, કલકત્તા, દિલ્લી બધે ઠેકાણે વ્યાખ્યાન આપ્યાં છે. મોટા મોટા શહેરોમાં બધે ઠેકાણે ગયાં છીએ. ભોપાલમાં ૪૦-૪૦ હજાર માણસની અંદર વ્યાખ્યાન આપ્યું છે. એ બહારની વાતમાં રોકાતાં અંદર આત્મા વસ્તુ શું છે ? એનો વિચાર કરવાનો અવસર જ મળતો નથી. અમને ઝીણું લાગે છે.... અમને ઝીણું લાગે છે.... અમને સૂક્ષ્મ લાગે છે. આહા..! એમ કરીને બહારમાં ને બહારમાં એનો ઉપયોગ રહ્યાં કરે છે. પણ અંદરમાં જવા માટે ઉપયોગ નવરો થતો નથી). આ બહારનાં સભા દેખીને મોહી ગયો છે, મૂંઝાઈ ગયો છે, ગુલાંટ ખાતો નથી. જે અહીં તો કહે છે હું અબદ્ધ છું, “જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે.... આહા..હા..! વ્યવહાર ભલે તે લક્ષમાંથી છોડ્યો અને વ્યવહાર છોડાવતાં આવ્યાં છીએ, પણ નિશ્ચયમાં અબદ્ધ ને જ્ઞાયક સ્વરૂપ છે, તેનો પણ જો વિકલ્પ ને રાગ રહેશે (તો) તેથી શું ? તેથી તને આત્માની પ્રાપ્તિ શું થશે ? તેથી આત્મા ભવિષ્યમાં નરક ને નિગોદમાંથી નહિ નીકળી શકે. આહા..હા...! એ વિકલ્પને તોડી અંદર જા). અબદ્ધ ને જ્ઞાયક છું એવા) વિકલ્પમાં રહે તો ‘શાંતિ મળતી નથી. આહા..હા...! કહો ! જ્ઞાયક ને અબદ્ધનો વિકલ્પ પણ નુકસાનકારક છે !!
આ કહ્યું હતું ને ? ૧૪ પ્રકારનો અંતર પરિગ્રહ છે, ૧૦ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. શાસ્ત્રમાં ૨૪ પ્રકારનો પરિગ્રહ વર્ણવ્યો છે. સમજાય છે કાંઈ ? આ વિકલ્પથી માંડીને પૈસો, મકાન, સ્ત્રી, કુટુંબ આદિ (મળવાં) એ પુણ્યનાં ફળ છે, પણ છે પાપ ! આહા..! સિદ્ધાંતમાં લેખ છે કે ૨૪ પરિગ્રહમાં લક્ષ્મી, સોનું, રૂપું, મણિરત્ન (આવે છે). એવા ઘણાં દસ-દસ કરોડવાળા માણસો (જોયા) છે. પણ અહીંયા) કહે છે કે અમે એને પરિગ્રહમાં કહીએ છીએ ને તેને અમે પાપ કહીએ છીએ. આહા..હા...હા...! " - જ્ઞાયક ને અબદ્ધ એવો વિકલ્પ પણ દુઃખરૂપ છે. પણ આ પૈસા આદિ મળ્યાં - કરોડ, બે કરોડ ને અબજ ધૂળ મળી એ પૈસાને ભગવાને ગોમ્મદસારમાં ૧૦ પ્રકારનાં બાહ્ય પરિગ્રહમાં ગણ્યો છે. તો પૈસા આદિ છે તેને પાપ કહ્યું છે અને પાપના સ્વામીને પાપી કહ્યાં છે. ! અર૨૨...! આ આકરું લાગે !