________________
વચનામૃત રહસ્ય
૧૪૩
આવે. વસ્તુ-દરિયો નજર નહિ આવે. ચાર હાથનું કપડું હશે તો આડશમાં એને એ પરદો દેખાશે. વસ્તુ નહિ દેખાય. એમ અંદર આનંદ સાગર ભગવાન છે. એ રાગના પરદામાં જો રોકાણો તો એને આત્મા નહિ જણાય ને દુઃખ જણાશે આહા..હા...! આવી વાત છે ! દુનિયાને તો આકરી પડે. પણ શું છે, બાપુ ! આ વસ્તુ છે.
દેહ છૂટીને પ્રભુ ! તારે ક્યાં જાવું છે ? આ દેહ તો છૂટી જશે. ૨૫૫૦-૬૦ વર્ષ થયાં એટલાં તો ફરીને હવે નીકળવાના નથી. ૫૦-૬૦ થયાં એ કાંઈ (હવે) નીકળવાનાં નથી. થોડો વખત છે. ક્યાં જાવું છે, બાપા ! આહા..હા...! જો આત્મામાં જાવું હોય તો વિકલ્પ(માં) દુઃખ લાગવું પડશે. (પછી) વિકલ્પ છોડીને અંદરમાં (જઈશ) તો (ત્યાં) શાંતિ મળશે. એ વિના ક્યાંય શાંતિ મળે એવી નથી. આહા..હા...!
‘વિકલ્પ માત્રમાં દુઃખ દુઃખ ભાસે છે,....' આહા..હા..! જ્ઞાનીને...!‘....ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં,....' અપૂર્વ નામ પૂર્વે નહિ કરેલો (એવો) પુરુષાર્થ. અંદર ચૈતન રાજા દરબાર બાદશાહ બિરાજે છે. આહા..હા..! એના ભેટા કરવા છે.. વિકલ્પના દુ:ખ ને છોડી અને અંદ૨માં જાય તો એના ભેટા એને મળશે. બહારનાં વિકલ્પથી તેનો ભેટો નહિ મળે આહા..હા...! અહીં (તો) દગા(ને) પ્રપંચને... આહા...હા...! પૈસા માટે દગા પ્રપંચ, ક્લેશ, કપટ, માયા, કુટિલતા.... આહા..હા...! પ્રભુ ! એના દુ:ખનો તો પાર ન મળે, પણ જ્ઞાયકને માટે જો વિકલ્પ ઉઠાવ્યો (તો) તે (પણ) દુઃખ છે.
'
એ (અહીં કહે છે). `....અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં....' (અર્થાત્) એ વિકલ્પનો પણ પુરુષાર્થ છોડી દઈને, આહા..હા...! જ્ઞાન તો કરે, જાણપણું તો કરે કે માર્ગ આ છે. સાંભળ્યાં વિના માર્ગની ખબરે પડે નહીં, એમને એમ આ જગત હાલ્યું જાય છે. આહા..હા...! ....ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુ સ્વભાવમાં લીન થતાં..... આહા..હા..! અબદ્ધ અને જ્ઞાયકની વૃત્તિ ઊઠે છે. એ પણ વિકલ્પ - રાગ છે, દુ:ખ છે. પ્રભુ .તો અમૃતનો સાગર આનંદ છે. એ અમૃત કોઈને મારતો નથી, અમૃત કોઈથી મરતું નથી. આહા..! એ અમૃતનો સાગર ભગવાન અંદર પડ્યો છે, ડોલે (છે). પણ નજર વિના નિધાન દેખાતું નથી. એની નજર કર્યા વિના નિધાન પડ્યું દેખાતું નથી. વસ્તુ આમ સામી. હોય પણ નજર ન કરે તો દેખાતી નથી. એમ અંદર
--
-- :