________________
૧ ૨૧
વચનામૃત રહસ્ય નથી થઈ, પણ અંદરમાં રાગની એકતા તૂટી નથી. આહા..હા...! માટે રાગથી ભિન્ન પડી અને અંદરમાં જવા માટે જે પ્રયત્ન જોઈએ તેટલો કર તો અંદર કામ કરીશ. એવી વાત જ્યારે કરી ત્યારે કહ્યું....! આચાર્ય હો...! મહા મુનિ સંત ભાવલિંગી...! આચાર્યએ કહ્યું કે અમારી વાત તને સૂક્ષ્મ પડે તો માફી માગીએ છીએ !! માફ કરજો...! પણ બીજો માર્ગ ક્યાંથી કાઢીએ ? આહા..હા...
પદ્મનંદિ પંચવિંશતી છે. ૨૬ અધિકાર છે. ૨૬મો અધિકાર આ બ્રહ્મચર્યનો છે, પણ નામ આપ્યું છે. - પંચવિંશતી. પદ્મનંદી આચાર્ય મુનિ થઈ ગયાં, આનંદદાયક દિગંબર સંત જંગલમાં વસનારા ! સિદ્ધની સાથે વાતું કરનારા !! આહા..હા..હા...! એ કહે છે કે, અમે તમને સૂક્ષ્મ વાત કરીએ છીએ (તો) પ્રભુ ! તમને અણગમો ન થવો જોઈએ, હોં....અને તને અણગમો લાગે તો અમારી પાસેથી શું આશા રાખીશ ? અમે તો મુનિ છીએ, અમે તો આનંદમાં રમનારા છીએ. તને આનંદમાં રમવામાં લઈ જવા માગીએ છીએ. એ તને ન ગોઠે તો માફ કરજે ! આ..હા..હા...! આમ કહ્યું છે. • - પદ્મનંદી પંચવિંશતી શાસ્ત્ર છે. અહીં નહિ હોય, છે આમાં ? પદ્મનંદી...! (એમાં) બ્રહ્મચર્યનો છેલ્લો અધિકાર છે. એમાં આ અધિકાર મૂક્યો છે. આચાર્ય પોતે દિગંબર સંત...! મુનિ...સંત... કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા !! જ્યારે એ બહુ સૂક્ષ્મ વાત કરી ત્યારે એમ કહ્યું, પ્રભુ ! તું જુવાન છો, સ્ત્રી-કુટુંબનો તને પ્રેમ - રસ લાગ્યો છે, એ રસ છોડીને અમે (તેને) અંદરમાં જવાનું કહીએ છીએ, પ્રભુ તને મૂંઝવણ થશે, તને સૂક્ષ્મતા લાગશે પણ પ્રભુ....! અમે મુનિ છીએ. અમારી પાસેથી શું આશા રાખીશ ? અમે તને પુણ્યમાં ધર્મ મનાવીએ અને પાપમાં ધર્મ મનાવીએ. એ વાત અમારી પાસે તો છે નૃહિ. આહા..હા..! કે, ભાઈ ! આટલાં દાન કરે ને આટલાં પુણ્ય કરે તેને સમકિત થાય, એ વાત તો પ્રભુ ! અમારી પાસે છે નહિ. અમારી પાસે પ્રભુ અંદર સચિદાનંદ છે, પુણ્ય ને પાપ વિનાનો છે. ત્યાં જવા માટે અમારો તો ઉપદેશ છે. આ..હા..હા...! આચાર્ય જેવા પણ આમ બોલે !! સમાજને દેખીને કહે છે, તમને સૂક્ષ્મતા લાગે તો માફ કરજો, પ્રભુ ! બીજું શું કરીએ અમે ? અમારી પાસે તો સસ્વરૂપ આ છે. કંદોઈની દુકાને અફીણનો મોવો લેવા જાય તો મળશે ? ત્યાં તો દૂધનો માવો મળે.' એમ સહુને રસ્તે જવામાં સેતુના પંથની વાત મળશે. ત્યાં પુણ્ય ને પાપના રસ્તાની વાત નહિ મળે.