________________
( ૨૪ .
[વચનામૃત-૩૫] જેના અસ્તિત્વમાં અનંત જ્ઞાન ને અનંત આનંદ (પડ્યાં છે). પરને જાણવું એ પણ જેને વ્યવહાર છે, પોતાના જાણવામાં એને સ્વ-પર જણાઈ જાય છે. એવી સત્તાના સામર્થ્યવાળો પ્રભુ ભગવાન ! એના તરફ જવાની એણે દરકાર કરી નથી.
તેનો જીવને ખ્યાલ આવતો નથી....... આહા..હા...! બહારમાં હો..હા...! ધર્મને નામે ધમાધામ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર...!' ધર્મને નામે બહારની ધમાધમ ચલી પણ અંદર જ્ઞાનમાર્ગ દૂર રહી ગયો. (એટલે કે, અંતરમાં જવું એ દૂર રહી ગયું. આહા..હા..!
એ કહે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી... આહા..હા..! સાદી ભાષા છે, પ્રભુ ! આહા..અહીં તો પ્રભુ તરીકે બોલાવે છે ! બાળક હો, વૃદ્ધ હો, હરિજન હો કે વાણિયો હોય બધાં અંદર તો પ્રભુ છે ! અંદરમાં આત્મા પ્રભુ જો ન હોય તો પ્રભુ થઈ શકશે ક્યાંથી ? બહારથી પ્રભુતા આવશે ? આહા..હા...! લીંડી પીપરમાં ચોસઠ પહોરી તાકાત ભરી છે તો ઘૂંટે બહાર આવશે. એમ અંદરમાં પરમાત્મપદ ભર્યું છે તો એને અંતરમાં પુરુષાર્થ કર્યેથી બહાર આવશે. કાંઈ બહારથી આવે એવી એ કાંઈ ચીજ નથી. પણ વિશ્વાસ ક્યાંથી આવે ? બહારનો વિશ્વાસ આવે કે, (દવા) લઈશ તો તાવ મટી જશે, રોટલો ખાઈશ તો ભૂખ મટી જશે, દવા કરીશ તો ફલાણું આમ થઈ જશે, ચામડીને આમ (લેપ) ચોપડીશ તો ચામડી સુંવાળી થઈ જશે - એ બધી શ્રદ્ધા આવે.
મુમુક્ષુ : એવું થાય છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી : એ થાય તો પણ એની મેળાએ ક્રમબદ્ધ થવાનું છે તે થાય છે. એના પુરુષાર્થથી થતું નથી. જડની ક્રિયા ક્રમબદ્ધ તેના (થવાના) સમયે, થવાને કાળે તે થયા કરે છે. એનો ક્રમ તોડવા કોઈ જીવ (કે) કેવળી
પણ સમર્થ નથી. આહા..હા..! જડની પર્યાય જે ક્ષણે, જે પ્રકારે થવાની તે ? પ્રકારે, તે ક્ષેત્રે, તે કાળે, તે સંયોગે, તે નિમિત્તે ત્યાં થવાની. એને ફેરફાર કરવા ઇન્દ્ર ને જિનેન્દ્ર પણ સમર્થ નથી ! આહા..! એ સ્વામિ કાર્તિકેયમાં આવે છે. સ્વામિ કાર્તિકેયમાં આવે છે કે, ભગવાને જે દીઠું તે પ્રમાણે થાય. એને ફેરવવા જિનેન્દ્ર સમર્થ નથી. આહા..હા...! આડી-અવળી પર્યાય કરવા પણ આત્મા સમર્થ નથી, એમ કહે છે, ઝીણી વાત છે.