________________
વચનામૃત રહસ્ય
ક્રમબદ્ધની વાત બહુ ઝીણી છે. એમાં કોક ને એવું લાગે કે પુરુષાર્થ ઊડી જાય છે. પણ એ ક્રમબદ્ધ (માનવામાં) જ અનંત પુરુષાર્થ છે. જે સમયે
જ્યાં (જે) થવાનું તે થવાનું. તેમાં મારું કર્તાપણું કામ નહિ આવે. હું એક આત્મા - જ્ઞાતા છું. એવો અર્તાપણાનો પુરુષાર્થ સિદ્ધ થતાં, તેના આત્માનો પુરુષાર્થ સ્વભાવ તરફ વળી જાય છે. ત્યારે એને એ ક્રમબદ્ધનો નિર્ણય સાચો થાય. નહિતર ક્રમબદ્ધનો સાચો નિર્ણય થતો નથી.
દરેક આત્મા અને દરેક પરમાણુની જે સમયે જે ક્ષણે, જે પ્રકારની પર્યાય થવાની ત થવાની, થવાની ને થવાની. એવી જો નિર્ણય કરવા જાય તો એ જ્ઞાયક સ્વભાવ આત્મા પરનો અકર્તા છે એવી એને અકર્તા બુદ્ધિ થાય, તેને સ્વભાવબુદ્ધિ થાય, તેને સમકિત થાય અને તેને મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય. આહા..હા..હા..! આવી વાતું છે આ ! આહા..હા..! બહારના આમ થોડા ઠાઠ-બાઠ દેખે ને મોટરું ને આ ને આ ને હો..હા...! આ..હા..હા..! જાણે અમે સુખી થઈ ગયા !
અહીંયા કહે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી. ખબર પડતી નથી. આ...હા..હા...! બહારને સમજવા માટે જેટલો પ્રયત્ન કરે છે તે પ્રયત્ન) તેનો સહજ થઈ ગયો છે. અંદરમાં પ્રયત્ન કરવાની વાતની તેને સૂઝ પડતી નથી. આહા..! બોલવું ને ચાલવું ને એ બધી જડની ક્રિયા થવાની તે થયા કરે છે. આત્મા તેનો કર્તા નથી. ઓ બોલવાની ક્રિયાનો આત્મા કર્તા નથી. પગ હલે તેનો કર્તા આત્મા નથી. આ..હા..હા...! ઝીણી વાત છે.
મુમુક્ષુ : જેવું નિમિત્ત મળે એવી ક્રિયા થાય. પૂજ્ય ગુરુદેવશ્રી : બિલકુલ જૂઠી વાત છે. જેવી પર્યાય થાય તેવું તેને અનુકૂળ નિમિત્ત હોય. નિમિત્ત) હોય ભલે. પણ એનાથી પર્યાય ફરે. એ ત્રણ કાળમાં ન થાય.
મુમુક્ષુ : આપ યહાં આયે તબ તો હમ યહાં આયે !
પૂજય ગુરુદેવશ્રી : ના, ના ! એ તો અંદરમાં સમજે તો આ નિમિત્ત કહેવાય. એની ઉપાદાનની પર્યાય પ્રગટ કરે તો નિમિત્ત કહેવાય. નિમિત્તથી બીજામાં કાંઈ ન થાય.
મુમુક્ષુ : આપ યહાઁ નહીં તો હમ યહાં બિલકુલ નહીં આતે !
*