________________
કિતના, નવ્યા જ કરે . હાલની ટેવ પડી
વચનામૃત રહસ્ય
• ૧૨૩ અશુભ ભાવની ટેવ અનંતકાળથી પડી ગઈ છે. આહા..હા..! “....એટલે તેને અશુભ ભાવ સહજ છે.” પાપનો ભાવ તો તેને સહજ થઈ ગયો છે. આહા..હા..! પાપ તો એને સહજ આવ્યા જ કરે છે. પાપના પરિણામ - પૈસાના, આબરૂના, કીર્તિના, દુનિયામાં મારી નિંદા ન થાય ને મારી પ્રશંસા થાય . એ અશુભ ભાવના તો આવ્યા જ કરે છે, (એમ) કહે છે. કારણકે એ તો એને સહજ ટેવ પડી ગયેલી છે. આહા..હા..હા...!
અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે.' સહજ એટલે ? એને સ્વાભાવિક થઈ ગયું છે. અશુભ ભાવ ફેરી..ફરી..ફરી...ફરી... આખો દિ એક જ ટેવ પડી ગઈ છે. આહા..! અરે...! “....શુભને વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે.” શું કહે છે ? આહા...!
શુભભાવને પણ વારંવાર કરતાં... પુણ્ય - શુભ ભાવ - દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, આદિનો ભાવ એ ભાવ પણ સહજ થઈ ગયો છે. કેમ કે વારંવાર એ કર્યા છે. પુણ્યના ભાવ અનંત ગતિમાં અનંત વાર કર્યા છે. નવમી ડ્રિવેકમાં અનંતવાર ગયો, ઓહો...હો...! એ કંઈ પુણ્ય વિના જાય ? કેટલું પુણ્ય કર્યું હશે (ત્યારે) સ્વર્ગમાં જાય ! સાધુ - દિગંબર સાધુ પંચ મહાવ્રતધારી ! (થયો). પણ આત્મજ્ઞાન નહિ, આત્માના આનંદનો સ્વાદ નહિ. આહા..હા..! સમ્યગ્દર્શન વિના એવા પંચ મહાવ્રત આદિ ધારણ કર્યા, સમિતિ, ગુપ્તિ ધારણ કર્યાં, શરીર બ્રહ્મચર્ય પણ (પાળ્યા), બાળ બ્રહ્મચારી તરીકે પણ અનતવાર રહ્યો, - એ બધો શુભભાવ છે. શરીરની ક્રિયાથી રહ્યો છે. અંદરમાં તો હજી રાગની એકતા પડી છે. રાગની એકતા પડી છે એ જ મોટું મિથ્યાત્વ ને અબ્રહ્મચર્ય છે. રાગની એકતા એ જ મિથ્યાત્વ, અબ્રહ્મચર્ય ને એ જ વિષય સેવન છે ! રાગનું સેવન એ વિષય સેવન છે. આહા..હા...! આવી વાતું....!
(અહીયા) એ કહે છે, શુભ ભાવ પણ વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે.' સહેજે શુભભાવ આવ્યા કરે, એ ક્રિયામાં જોડાઈ જાય, સાધુ થાય, વ્રતધારી થઈ જાય એમાં એ શુભ ભાવ થયા કરે છે.
પરત પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી....... આહા..હા...શુભ ને અશુભનો ખ્યાલ વારંવાર આવ્યા કરે. તેનાથી રહિત અંદર ચૈતન્ય સ્વભાવ, સૂક્ષ્મ અમૂર્ત, અતીન્દ્રિય આનંદકંદ જેની સત્તામાં,