________________
વચનામૃત રહસ્ય
૧૧૯
તેનો પુરુષાર્થ થયા વિના રહે નહિ. રુચિ અનુયાયી વીર્ય’ ! જેવી રુચિ (હશે) તે તરફ તેના પુરુષાર્થની ગતિ થાય. આ..હા..હા..! ત્યાં કંઈ બહુ ભણતરની જરૂ૨ નથી, ત્યાં કોઈ પુણ્યની ક્રિયાકાંડની જરૂર નથી. ત્યાં અંદર તો ત્રણલોકનો નાથ બિરાજે છે, પ્રભુ ! આ..હા..હા...! એને ધીમે...ધીમેથી રાગથી ખસીને, મૂંઝવણ છોડીને અંત૨માં માર્ગને શોધી લે છે. આ..હા..હા..! ભાષા તો સાદી છે, ભાવ તો (જે છે તે છે). આહા..હા..!
“મા
-
બહુ સાદી ભાષામાં દીકરીયુંમાં બોલેલાં. ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું છે. એમની પાસે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું (રહે છે). લાખોપતિની દીકરીયું કેટલીક ગ્રેજ્યુએટ થયેલી છે. એમની પાસે આ બોલેલ, એમાં ખાનગી(માં) કો'કે લખી લીધું એ એમના ભાઈના હાથમાં આવ્યું અને (એમને થયું કે) આ ચીજ કાંઈક જુદી છે. જગત પાસે મૂકાય તો (લાભનું કારણ થાય). સાદી ભાષા છે. (એટલે) પુસ્તકો છપાણાં. તમારે અહીં આવ્યાં છે. ત્રણ હજાર આવ્યાં છે. આહા..હા...!
(અહીંયા કહે છે) જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે.’ શું કહે છે ? તું થોડો પુરુષાર્થ કરીને અંદર અનુભવ કરવા માગ (તો) નહિ થાય. તારા પ્રયત્નમાં અંદરમાં જવાનો જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પુરુષાર્થ હશે તો અંદરમાં જઈ શકીશ. શરત છે આ શરત ! થોડો પુરુષાર્થ કરીને અંદરમાં જવા માગીશ તો નહિ જઈ શકે. આ..હા..હા...!
ચૈતન્ય ભગવાન સત્ચિદાનંદ પ્રભુના જેને દર્શન કરવાં છે, એનો જેને ભેટો ક૨વો છે, એનો જેને સાક્ષાત્કાર કરવો છે, એના અતીન્દ્રિય આનંદના વેદનની જેને ઝંખના છે, અતીન્દ્રિય આનંદની ઝંખના જેને છે, તે અંદર કામ પુરુષાર્થથી કરે છે. ‘....પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. એની મેળાએ કર્મ ખસી જાય ને કામ થાય, એમ નથી એમ કહે છે. પુરુષાર્થ
-
કરે અને અંદરમાં જાય તો કામ થયા વિના રહે નહિ. આહા..હા...!
આત્માર્થી હઠ ન કરે....' શું કહે છે ? ધીમેથી કામ (લેવું) જોઈએ. એકદમ હઠ ન કરે કે અંદર નથી જવાતું (તો) મૂક પડતું હવે ! સમજાય છે કાંઈ આમાં ? અંદર ભગવાન સત્ ચિદાનંદ પ્રભુ (બિરાજે છે) ત્યાં અંતર(માં) જવાતું નથી, સમ્યગ્દર્શન (થતું નથી) તો મૂક પડતું હવે ! એમ મૂંઝાય નહિ. આ..હા..હા...! ધીમે..ધીમેથી એનું કામ લે, હઠ ન કરે કે જો ઝટ મળે