________________
s/
મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી માટે મુંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય.” ૩૪. ...............
પ્રવચન-૭, વચનામૃત-૩૪ થી ૩૬
એ મોક્ષની જેને ઇચ્છા છે. (એવો જે) મુમુક્ષુ છે, તેને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય. એકદમ માર્ગ નીકળે નહિ, શુભ-અશુભ ભાવથી છૂટો પડીને અંદરમાં જઈ શકે નહિ એટલે થોડી મૂંઝવણ થાય. (આ) વાત તો અંદર શરૂઆતની છે. શરૂઆતમાં કેમ થાય છે અને પછી એનું પરિણામ શું આવે છે, એની વાત છે.
પ્રથમ મૂંઝવણ પણ થાય. અંદર આનંદમાં જઈ શકે નહિ અને પુણ્ય ને પાપના પરિણામમાં એ રોકાઈ ગયેલો છે અને ઇચ્છા તો “મોક્ષ ની છે. મોક્ષ એટલે ? મુક્ત દશા. (અર્થાતુ) અનંત આનંદના લાભની ભાવના છે. પણ અંદરમાં જઈ શકતો નથી, પુણ્ય-પાપમાંથી હઠી શકતો નથી તેથી જરી મૂંઝવણ થાય.
....પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. આહ....!