________________
૧૦૫
વચનામૃત રહસ્ય કહે છે.
‘સમષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી.....' ક્યાંય એટલે એને પુણ્યના પરિણામમાં પણ સારું લાગતું નથી. પાપનાં પરિણામમાં પણ નબળાઈને લઈને, હીનતા દેખીને તેનાં (પણ) જ્ઞાતા રહે છે. બહારની કોઈ પણ ચીજમાં તેને ઉત્સાહ અને વીર્યમાં પ્રીતિ લાગતી નથી. આહા..હા...! આવું સમ્યગ્દર્શન, બાપુ ! એની વાત સાંભળવા મળી નથી (તો) એ ક્યારે પ્રયત્ન કરે ? આહા..હા..!
મુમુક્ષુ : સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : એવી ચીજ છે ! એમાં વળી આ આફ્રિકા અને પરદેશ ! ક્યાં દેશ ને ક્યાં પરદેશ ! આખો દિ' એકલા ધંધામાં મશગૂલ ! અને એમાં પાંચ-પચીશ લાખ મળતાં હોય મહિને કે વર્ષે તો એમાં થઈ રહ્યું....! ગૂંચાઈ જાય....! થઈ રહ્યું....! આહા..હા...! અમે તો મુંબઈમાં ઘણાં માણસો - મોટા કરોડપતિઓ જોયા છે ને ! એમાં ગૂંચાઈ જાય. સાંભળવા આવે પણ રસ પડે નહિ. આહા..હા..હા...!
હમણાં એક (ભાઈ) મુંબઈમાં આવ્યો હતો. વૈષ્ણવ છે પણ એને ઘરે બધાં બૈરાઓ શ્વેતાંબર જૈન. મુંબઈમાં છે. વૈષ્ણવ છે). (ત્યાં) જઈએ એટલે દર્શન કરવા આવે, વ્યાખ્યાન સાંભળવા આવે. વૈષ્ણવ હોય તો શું થયું? અહીં તો તત્ત્વની વાત છે, અહીં ક્યાં કોઈ પક્ષની વાત છે? (એ) સાંભળવા આવે...! એક વખત કહ્યું, “મહારાજ ! અમે વૈષ્ણવ છીએ (ઈશ્વર) કર્તા માનીએ છીએ ને ?” (અમે કહ્યું, “બાપુ ! કર્તા માનો છો, તો તમારા નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયાં છે, તો એણે તો એમ કહ્યું છે કે “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, “જ્યાં લગી આતમા તત્ત્વ જાણ્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, શું કર્યું તીર્થ ને તપ કરવા થકી ?’ તીર્થ ને તપ ને બધાં પુણ્ય પરિણામ છે. એ કોઈ ભવના અભાવનું કારણ છે નહિ. સાંભળતાં હતાં, સાંભળે તો ખરા ને ! અમારે ક્યાં એની પાસેથી પૈસા લેવા હોય ? પચાસ કરોડવાળો હોય કે અબજવાળો હોય...! આવ્યો હતો બચારો...! | મુમુક્ષુ : ખરેખર છે ને આપના જેવા આત્માઓ અહીંયા બહુ ઓછા આવે છે. અહીં આવ્યાં જ નથી અને અહીંયા જમીન સારી છે પણ એનામાં