________________
વચનામૃત રહસ્ય
૧૧૧
છે નહિ (તો) શુષ્ક થઈ જઈશ. સમજાય છે કાંઈ ? આહા...! શૂન્ય થઈ જઈશ....! શુભાશુભ છોડવા જઈશ (અને) શુભાશુભ રહિત આત્મા દૃષ્ટિમાં તો છે નહિ. (તો તું) શૂન્ય થઈ જઈશ. થોડી ઝીણી વાત કરી છે.
કાલે આવી હતી ? પ૨મ દિ' (આવી હતી) ? પેલો ૨૧મો બોલ. ૨૧મો બોલ....! ચૈતન્યનાં પરિણામ શુદ્ધ પરિણામ થયાં અને સિદ્ધ ગતિ ન થાય (તો) જગત શૂન્ય થઈ જશે. શુભાશુભ પરિણામ થયાં અને એની ગતિ નરક ને સ્વર્ગ ન હોય (તો) શૂન્ય થઈ જશે. - (એ) ગતિ શૂન્ય થઈ જશે. ગતિ રહિત આ જગત શૂન્ય થઈ જશે અને પરિણામ થયાં એનું ફળ ન હોય તો એ પરિણામ જૂઠાં થઈ જશે, (એ) દ્રવ્ય જ નાશ થઈ જશે. તારું દ્રવ્ય જ નહિ રહે ! આહા..હા..હા...! અનુભવથી વાત થઈ છે જરી...!
તું એકલો પરની ઉપર જોવા જઈશ અને સ્વની ખબર નથી તો શુષ્ક થઈ જઈશ. આ વાણી જરી ઝીણી છે. શુભ-અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ હોય તો તો શુભાશુભ છૂટા પડ્યાં છે અને છોડવા જઈશ ત્યાં છૂટી જશે. પણ દૃષ્ટિ ત્યાં નથી, આખું અસ્તિત્વ જે પરમાત્મસ્વરૂપ છે તે અસ્તિત્વ તો શ્રદ્ધામાં - સત્તામાં આવ્યું નથી અને શુભાશુભ છોડવા જઈશ તો રહેશે શું ? (એમ) છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. ઝીણી વાત છે. સમજાય છે કાંઈ આમાં ?
મુમુક્ષુ : બહુ પકડાયું નહિ.
પૂજ્ય ગુરુદેવશ્રી : ફરીને કહીએ છીએ. આપણે ત્યાં ક્યાં કંઈ (ઉતાવળ છે)...! ભગવાન આત્મા ! પૂર્ણ શુદ્ધ છે તેની દૃષ્ટિ કરી નથી અને શુભાશુભ પરિણામને છોડવા જઈશ તો, શુદ્ધમાં તો આવ્યો નથી (અને) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત એટલે તું આત્મા જ નથી એમ થઈ જશે. શુભાશુભ રહિત તું શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત (થવા જઈશ) અને અહીં દ્રવ્ય ઉપર તો દૃષ્ટિ છે નહિ (અને એમ) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. શૂન્ય થઈ જઈશ
24....!
મુમુક્ષુ : શુભાશુભનો અભાવ તો થવાનો જ નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી : અભાવ તો (સ્વરૂપની) દૃષ્ટિ કરે તો અભાવ થાય. અહીં તો (કહે છે) દૃષ્ટિ કરી નથી અને છોડવા જઈશ તો શૂન્ય થઈ