________________
૧૦૬
[વચનામૃત-૩૨] ખેડ નથી થઈ! - પૂજ્ય ગુરુદેવશ્રી : તો સારું ને, બાપા ! વાત તો એવી છે, બાપા ! આહ.....!
મુમુક્ષુ : વણખેડેલી જમીન છે. કારણકે આપના જેવા કોઈ પધારતાં નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો વળી માગણી હતી ને આવ્યાં ! કુદરતે બનવાનું હોય છે . ક્ષેત્ર સ્પર્શના....! નહિતર અમે તો ત્યાં કાઠિયાવાડમાં રહેનારાં...! અને અમારી દુકાન પણ ગુજરાતમાં - પાલેજ. અમારો આખો ધંધો-પાણી ગુજરાતમાં ! નહિ તો આ બાજુમાં તો આવવાનો કદિ વિચાર પણ નહોતો. આ વળી કુદરતે (આવી ગયા).
મુમુક્ષુ : અમારા નસીબે (આપનું આવવું થયું !
પૂજ્ય ગુરુદેવશ્રી : વાત સાચી છે ! આ સાંભળવા મળે એ ભાગ્યશાળી છે....! આ તો ત્રણલોકના નાથની વીતરાગની વાણી છે !! પરમાત્મા બિરાજે છે તેની આ વાણી છે. બેન ત્યાંથી આવ્યાં છે.
(પહેલાં) કહ્યું હતું, બેન ત્યાં નગરશેઠનાં દીકરા હતાં. પણ જરી કપટ થઈ ગયું હતું તો સ્ત્રી થઈ ગયાં છે. પણ પૂર્વનું બધું યાદ આવ્યું છે. કાલની વાત જેમ યાદ આવે તેમ બધી વાત પ્રત્યક્ષ યાદ આવી છે. પણ મરી ગયેલાં છે ! તેને બહારમાં કાંઈ રુચતું નથી, ગોઠતું નથી. એને કોઈ પગે લાગે તો (એની) સામું જોવાની દરકાર નથી. અંદરમાં આનંદમાં મસ્ત...મસ્ત... છે !! દીકરીઓએ વાણી લખી લીધેલી તે આ પુસ્તકમાં બહાર આવી ગયું. નહિ તો બહાર પણ આવે નહિ ! આમ હાલે તો મડદાં જેવું દેખાય આવે !! એ અંદરની મસ્તીમાં - આનંદની મસ્તીમાં બહારની બધી રુચિ જ ઊડી ગઈ છે. છે દેહ સ્ત્રીનો ! ૬૬ વર્ષની ઉમર.... ૬૬ વર્ષ ! પણ અંદરમાં વર્ષ-ફરસ કાંઈ ન મળે ! એ બેન આ કહે છે.
...જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી.' આહા..હા..! જેને આત્માનો રસ ચડ્યો... આહા..હા..! એને જગતની કોઈ ચીજમાં રસ આવતો નથી. દેવલોકમાં ઇન્દ્ર ને ઇન્દ્રાણીનાં સ્થાન મળે તો પણ તેમાં તેને રસ લાગતો નથી. સમકિતી મરીને સ્વર્ગમાં જ જાય, વૈમાનિક (દેવલોકમાં) જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - એ દેવનાં ચાર પ્રકાર છે. એમાં સમ્યદૃષ્ટિ