________________
[વચનામૃત-૨૯] સોનીની નાની પાતળી સવાણી હોય છે કાં હાથ હોય. બેન-દીકરીયું આ તોરણ કરે ને ? તોરણ...તોરણ....! સર્પને પકડવાના સાણસા વડે મોતી પકડાય ? સોનીની ઝીણી સવાણી હોય કાં હાથ હોય તેનાથી) ધીમેથી ગોઠવે. મોતીના કરે છે ને ? શું કહેવાય એ ? તોરણ...તોરણ...! તમારા નામ પણ ભૂલી જઈએ છીએ. તોરણ કરે ત્યારે એમાં ધીમેથી મોતી ગોઠવે છે, એ હાથથી પકડીને ગોઠવે છે, લાકડાથી પકડીને નહિ. એમ ભગવાનને પકડવો. હોય તો પુણ્ય-પાપ (ભાવથી) નહિ પકડાય. આહા..હા..! ઝીણી વાત છે,
પ્રભુ !
અહીં તો સંસારનો અભાવ (કરવાની) વાતું છે, પ્રભુ ! જેમાં જન્મમરણ ન ટળે તે વાતમાં કાંઈ માલ નથી. એ મરીને નરક ને નિગોદ (માં જશે). કરોડોપતિ - અબજોપતિ મરીને પશુ થાશે. હાથી, ઘોડા ને ભૂંડ થાશે, અને ભૂંડ ત્યાં વિષ્ટા ખાઈને મરીને પછી નરકમાં જાશે ! ભૂંડ બહુ વિષ્ટા ખાય. આહા...! એવા ભવ તે અનંતવાર કર્યા, પ્રભુ ! (હવે, એકવાર અંદરમાં જો ! આત્મા પકડાય એવો છે.
“એકવાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા,... આ..હા..હા..! આવી વાતું છે ! સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંદર વિકલ્પ - રાગનો જે ભાવ છે એને પણ છોડીને, એ વિકલ્પની પાછળ ભગવાન ચિદાનંદ બિરાજે છે, અંદરમાં પાતાળમાં, એના તળિયામાં પ્રભુ બિરાજે છે. ઉપર ઉપર રાગ દેખાય છે, અંદરમાં ભગવાન છે, ત્યાં જા ! ત્યાં જા, તેની સંભાળ કર ને વિકલ્પની જાળ તોડ, અંદરથી છૂટો પડી જા, ....પછી જાળ ચોંટશે નહિ. આ........!
કરોળિયો હોય છે ને કરોળિયો ? એને આઠ પગ હોય છે અને એ આઠ પગથી એને એવી આમ લાળ નીકળે કે એ લાળમાં ગૂંચાઈ જાય. કરોળિયો....! (હિન્દીમાં, શું કહે છે ? મકડી. આ બે પગવાળા માણસને માણસ કહીએ, પણ બાયડી પરણીને ચાર પગવાળો થયો તો એ ઢોર થયો ! ચાર થયા ને ? ચાર પગ. અને એમાં છોકરો થાય તો છ પગ થયા તો ભમરાને છ પગ હોય. પછી ભમરાની પેઠે ભૂક્યા કરે - આ મારો દીકરો છે ને આ મારો આ છે, આ મારી બાયડી છે, આ મારો ધંધો છે ને આ મારી નોકરી ચાલે છે ને આ (મને) પચાસ હજારની નોકરી મળે છે ને લાખની પેદાશ એક વર્ષની છે. (એમ) ભમરાની જેમ ભૂક્યા કરે ! અને વળી એ