________________
૯૪
[વચનામૃત-૩૦] આત્માને, તમે અમારી સત્તા શુદ્ધ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, તેમ જુઓ છો, આહા..હા... રાગાદિને પુણ્ય-પાપમાં નાખી દો છો. એ આત્મા છે - એમ આપ કહેતાં નથી અને દેખતા નથી. અમારા આત્માને તમે આમ દેખો છો. આ...હા..હા...! તો જેમ ભગવાન દેખે એમ જો પોતાના) આત્માને દેખે તો સમ્યગ્દર્શન થાય. આહા..હા...અહીં તો આવી વાતો છે, બાપુ ! આા ...!
આનંદઘનજી કહે છે - કૃષ્ણ કોને કહીએ ? ‘કર્મ કૃષેિ તે કૃષ્ણ' (એટલે) કર્મને, રાગ-દ્વેષને કુષી નાખે એટલે ખેલ કરીને નાશ કરી નાખે તેને કૃષ્ણ કહીએ. રામ કોને કહીએ ? ‘નિજપદ રમે સો રામ કહીએ” (એટલે) પોતાના આનંદમાં રમે તેને રામ કહીએ, બાકી રાગ ને પુણ્યમાં રમે તેને હરામ કહીએ. આહા..હા...!
અહીં તો બહારમાં લ્યો-ફાલ્યો દેખાતો હોય ! મોટા મકાન પાંચ-પાંચ કરોડના ને દસ-દસ કરોડના ! દેખ્યું છે કે અમે તો બધું ! કેવું કહેવાય એ ? મૈસૂર. મૈસૂરમાં સાડા ત્રણ કરોડનું એક મકાન છે. સાડા ત્રણ કરોડનું...! એક રાજાનું હતું (એ) સરકારે લઈ લીધું. એટલે ખાલી પડ્યું હતું, તો જોવા ગયા હતાં. સાડા ત્રણ કરોડનું એક મકાન ! રાજા હતો પણ સરકારે એને ખાલી કરી (નખાવ્યું) - તારા તાબાનું નહિ, હવે છોડી દે ! રૈયતને આપ ! (પછી) છોડી દીધું. સાડા ત્રણ કરોડનું....! રાજાને એમ થયું હાય...! હાય...! મારી ચીજ આવી બનાવી ને ચાલી ગઈ ! એ બચારો રડે....! એમ અનાદિ કાળથી પરવસ્તુ મારી છે એમ માન્યું છે, એટલે એ જ્યાં કાંઈક મોળી પડે કે કાંઈક ફેરફાર થાય ત્યાં રોવે....રડે....! આહા..હા...!
(અહીંયા કહે છે) દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના “શું પ્રગટશે'-' વિશ્વાસ આવવો જોઈએ. અનંતા પરમાત્મા થઈ ગયાં છે. અનંતા આત્મામાંથી અનંતમા ભાગનાં અનંતા પરમાત્મા થઈ ગયાં છે. તું પણ પરમાત્મા થવાને લાયક છો ને પ્રભુ ! એટલો વિશ્વાસ તો લાવ ! અને વિશ્વાસ લાવતાં રાગનો ને પુણ્ય-પાપનો વિશ્વાસ છોડી દે છે, એ કંઈ મારી ચીજ નથી ને મારામાં નથી. (વિશેષ કહેશે....)