________________
૯૬
[વચનામૃત-૩૧] સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં એ અધિકાર લીધો છે કે વૈરાગ્ય કહેવો કોને ? કે, અંતરમાં શુભ ને અશુભ રાગ થાય તેનાથી વિરક્ત થાય (એટલે) રક્ત છે તે વિરક્ત થાય અને સ્વ સન્મુખનું જ્ઞાન થાય તેને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. આહા..હા..! આવી વ્યાખ્યા છે. સમ્યકુદૃષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની (એવી શક્તિ પ્રગટી છે). ' આ તો જેને જન્મ-મરણનાં અંત લાવવાં હોય એની વાત છે. બાકી અનંતકાળથી જન્મ-મરણ કર્યા કરે છે. અશુભભાવ કરે તો નરક, નિગોદમાં જાય છે. શુભભાવ કરે તો કોઈ સ્વર્ગ આદિ કે આ ધૂળના શેઠિયા આદિ બને. પણ એ પાછા ચાર ગતિમાં રખડે. ચોરાશીના અવતારમાં નરક ને નિગોદમાં ને એકેન્દ્રિયમાં જાય. આહા..હા..! એથી બચવા) જેને ધર્મની પહેલી ગરજ છે તેને સમ્યગ્દર્શન પહેલું પ્રગટ કરવું જોઈએ અને આ સમ્યગ્દર્શન થતાં જ્ઞાન ને વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી હોય. આહા..હા..હા...!
આત્મા તરફની ધૂન લાગી અને રાગ તરફનો વૈરાગ્ય થયો, એને અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય કહે છે. સમજાય છે ? આહા...! ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જેને જ્ઞાન ને દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાન કહીએ. અને પુણ્ય-પાપના શુભ-અશુભ ભાવ એનાથી વિરક્ત થાય તેને વૈરાગ્ય કહીએ. (સમ્યક્દૃષ્ટિને) એ જ્ઞાન ને વૈરાગ્યની શક્તિ પ્રગટી છે.
....ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં,.. સમ્યકુદૃષ્ટિ ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં આહા..હા..! શ્રેણિક રાજા ! ભગવાનના વખતમાં થઈ ગયાં છે. જેને હજારો રાજા ચામર ઢાળતાં એવો મોટો રાજા હતો, શ્રેણિક રાજા...! હજારો રાણીઓ હતી. ૩૨ હજાર રાજાઓ ચામર ઢાળતાં એવું મોટું રાજ ! એક મુનિ હતાં, ધ્યાનમાં હતાં એમાં સર્પને - મરી ગયેલા સર્પને (શ્રેણિક રાજાએ એમના ડોકમાં નાખ્યો. (રાજા) બૌદ્ધધર્મી હતો. ડોકમાં નાખ્યો, એમાં લાખો કીડીઓ થઈ. ઘરે બૈરાને આવીને કહે છે. ચેલણા રાણી સમકિતી છે. સ્ત્રી છે પણ આત્મજ્ઞાની છે. એને કહે છે કે, હું તારા ગુરુને (ડોકે) નાગ નાખી આવ્યો છું ! એ એણે કાઢી નાખ્યો હશે.” ચેલણા કહે છે, “અન્નદાતા !” ધણીને કહે છે, “મારાં ગુરુ એવા ન હોય, ઉપસર્ગ હોય એને કાઢી નાખે એવા ન હોય. ચાલ ! તારે જોવું હોય તો.” (રાજાને) લઈને જ્યાં (મુનિ પાસે છે) આવે છે, ત્યાં મુનિ ધ્યાનમાં, અતીન્દ્રિય આનંદના સાગરમાં અંદર
એ મારા ગુરુ એવા છે . રાજા