________________
૯
વચનામૃત રહસ્ય પ્રગટ થઈ જાય છે). ભાઈ ! પણ એ (સ્વરૂપનું) માહાસ્ય કોઈ જુદી ચીજ છે. શું થાય ? દુનિયાએ સાંભળ્યું નથી, દુનિયા તે તરફના લક્ષના પ્રેમમાં નથી, જગતના રસના રસીલાઓને આત્માનો રસ શું છે ? એની એને ખબર નથી.
એ અહીંયા આત્માના રસમાં અંદર ઉતર્યો એવો શ્રેણિક રાજા તેણે) તીર્થકર ગોત્ર બાંધ્યું. (અત્યારે) નરકમાં ગયા છે. પણ ત્યાંથી નીકળીને પહેલાં તીર્થકર થવાનાં છે. આહા...! એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે !! એ સમ્યગ્દર્શન - ચોથું ગુણસ્થાન (છે) હજી ! શ્રાવકનું પાંચમું અને મુનિનું છછું, એ તો કોઈ જુદી જાત(ની) વાત છે ! આ વાડામાં શ્રાવક છે એ કાંઈ શ્રાવક નથી. એ બધાં છે - સાવજ ! રાગને પોતાનો માને એ બધાં સાવજ છે. સાવજ એટલે સિંહ. એ શિકાર કરે છે વિકારોનો ! વિકારનો શિકાર કરીને વિકારને ખાય છે. સમજાય છે કાંઈ ? આહા..હા..
અહીં તો આવી વાતો છે, બાપા ! આહા..હા..! આ તો તળિયાની વાતું છે. જેના જન્મ-મરણ રહે, એક પણ અવતાર થાય તો એમાંથી પાછા અનેક અવતાર થાશે. અહીંથી મરીને ક્યાં જશે ? આત્મા અનંતકાળ રહેવાનો છે. એ દેહનો નાશ થશે. પણ આત્મા અનાદિ અનંત કાળ રહેશે. (તો) રહેશે ક્યાં ? જો દષ્ટિ રાગ ને પુણ્ય ઉપર પડી હોય, પાપ ઉપર પડી હોય તો દૃષ્ટિ મિથ્યાત્વમાં રહેશે અને મિથ્યાત્વમાં રહેશે તો અનંતા નરક ને નિગદના ભવ કરશે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ એ જ અનંતા જન્મ-મરણનું ગર્ભ છે. એ ગર્ભમાંથી અનંતા ભવ ધારણ થાય છે. આહા..હા..! એ મિત્વના ગર્ભનો જેણે નાશ કરી અને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તેને જ્ઞાન-વૈરાગ્યની શક્તિ પ્રગટી છે, તે (ભલે) ગૃહસ્થાશ્રમમાં હો.
શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમાં હતાં. અરે...! ભરત ચક્રવર્તી....! સમકિતી હતાં, આત્મજ્ઞાની હતાં. એના નાના ભાઈ બાહુબલી એ પણ સમકિતી હતાં, આત્મજ્ઞાની હતાં, છતાં બન્ને યુદ્ધે ચડેલાં ! રાગ છે, આસક્તિ છે (પરંતુ) અંદરમાં ભાન છે કે આ રાગ-દ્વેષ છે, પાપ છે, મારી નબળાઈ છે. એ મારું સ્વરૂપ નથી. પણ બે જણા લડાઈમાં ચડ્યાં. બાહુબલીને મારવા ભારતે ચક્ર ચલાવ્યું. પણ બાહુબલીજી ચરમ શરીરી હતાં, તે ભવે મોક્ષ જનાર હતાં. તો એનું ચક્ર કામ ન કર્યું. ચક્ર પાછું ફરી ગયું ! બાહુબલી ઉપર નાખ્યું