________________
૯૮
[વચનામૃત-૩૧]
છે કાંઈ ? બન્નેની દશાની દિશા ફેર છે. રાગ અને દ્વેષ કરનારનાં લક્ષ (ની) દિશા બહાર તરફ છે અને સમ્યગ્દર્શન પામવાના કાળમાં તેની દશાની દિશા દ્રવ્ય ઉપ૨ જાય છે. ત્રિકાળી ચૈતન્યમૂર્તિ ઉ૫૨ તે ક્ષણે (લક્ષ) ગયું અને સિંહ(ની) આંખમાંથી આંસુ ચાલ્યા જતાં હતાં. આહા..હા..હા..! આ પાપ...! એમ અંદરમાં ઊતરીને તે ક્ષણે સમકિત પામ્યો છે. એટલે સમકિત પામવા માટે અમુક જાતની શૈલી જોઈએ ને અમુક જાતની ઘણી નિવૃત્તિ જોઈએ, એવું કાંઈ છે નહિ. તે જ ક્ષણે આત્મા તરફ જ્યાં અંદર ઝૂકે છે, એ અહીં કહે છે કે (ત્યાં એ) સમ્યક્દષ્ટ થયો !
શ્રેણિક રાજા...! ત્યાં સમકિત પામ્યો ! અને પછી ભગવાન મહાવીર પરમાત્માના સમવસરણમાં ગયો (અને) ત્યાં આગળ એણે તીર્થંકર ગોત્ર બાંધ્યું - શુભભાવથી તીર્થંકર ગોત્ર બાંધ્યું. પણ તેને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું - મુનિને નાગ નાખીને સાતમી નરકનું આયુષ્ય બંધાણું હતું. પણ
જ્યારે આત્મજ્ઞાન ને ધર્મ એક ક્ષણમાં અંદર બદલે છે (પ્રગટે છે) આ..હા..હા..! (ત્યાં) સાતમી નરકની સ્થિતિ તોડી નાખી ! સમ્યગ્દર્શન થયું ને ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી.
લાડવો (બનાવ્યો) હોય. એમાં જે ઘી, સાકર ને ગોળ કે લોટ નાખ્યો હોય, એમાંથી ઘી કાઢીને બીજું કાંઈ થાય નહિ. એ તો ઘી એનું એ હોય એ હોય. એ તો લાડવો ખાધે છૂટકો. એમ નરકનું આયુષ્ય બંધાઈ ગયું એ તો ભોગવ્યે છૂટકો. સ્થિતિ ઘટાડી ૩૩ સાગરની હતી એ ચોરાશી હજાર વર્ષની રાખી. પણ એ લાડવામાંથી ઘી બહાર કાઢીને પૂરી તળાય કે લોટ કાઢીને રોટલી થાય, એમ ન થાય. એમ એ નરકનું આયુષ્ય બંધાણું એ ફરે નહિ, સ્થિતિ ફરી ગઈ. ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી. અત્યારે પહેલી નરકમાં છે. સમકિતી છે, નરકમાં ગયેલ છે. આવતી ચોવીશીમાં તીર્થંકર થવાનાં છે. ત્યાંથી નીકળીને પહેલાં તીર્થંકર થવાનાં છે. એ બધો પ્રતાપ સમ્યગ્દર્શનનો છે ! આ..હા..હા..હા...!
મુમુક્ષુ સ્થિતિનો ક્રમ તૂટી ગયો ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી ક્રમબદ્ધ જ થયું છે, તૂટ્યું કાંઈ નથી. ક્રમબદ્ધમાં એ આવ્યું હતું. એની દૃષ્ટિ જ્યાં દ્રવ્ય ઉ૫૨ ગઈ ત્યારે ક્રમબદ્ધમાં એને સમ્યગ્દર્શન થયું. એના સ્વરૂપની દૃષ્ટિમાં જ્યાં જાય છે (ત્યાં સમ્યગ્દર્શન